Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ચુડા ખૂન કેસના પેરોલ જમા ઉપર ફરાર આરોપી લીંબડીમાંથી ઝડપાયા

વઢવાણ, તા. પ : ચુડા પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૦પ/ર૦૧૪ ઇ.પી.કો. કલમ-૩૦ર વિગેરે ગુન્હાના કામે લીંબડી જેલના કાચા કામના કેદીઓ (૧) રમેશભાઇ દેવાભાઇ શેખ રહે. કોરડા, તા. ચુડાવાળો હાઇકોર્ટ, અમદાવાદના હુકમ કી.મી. એપ્લી. (ટેમ્પ બેલ) ૯૯૦૯/ર૦ર૦ તા. ર૦-૭-ર૦ર૦ વાળા હુકમ અન્વયે ગઇ તા. ર૮-૭-ર૦ર૦ થી તા. ૧૯-૮-ર૦ર૦ સુધીના વચગાળાના જામીન પર છુટી ને ગયેલ તેમજ (ર) મનુભાઇ દેવાભાઇ શેખ રહે. કોરડા, તા. ચુડાવાળો હાઇકોર્ટ, અમદાવાદના હુકમ કી.મી. એપ્લી. (ટેમ્પ બેલ) ૧૦૮૮૭/ર૦ર૦ તા. ૦પ-૮-ર૦ર૦ વાળા હુકમ અન્વયે ગઇ તા. ૧૩-૮-ર૦ર૦ થી ર૭-૦૮-ર૦ર૦ સુધીના વચગાળાના જામીન પર છુટીને ગયેલ અને રજા પુરી થયે બન્ને આરોપીઓ લીંબડી સબ જેલમાં હાજર થયેલ નહીં. 

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.ઇન્સ. ડી.એમ. ઢોલની સુચના મુજબ એલ.સી.બી.ટીમ દ્વારા મજકુર આરોપીઓની ચુડા પોલીસ સ્ટેશન તથા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવેલ તે દરમ્યાન આરોપીઓ અંગે હકિકત મેળવી તા. ૩૧/૮/ર૦ર૦ ના લીંબડી ખાતેથી બન્ને આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. સરકારની ગાઇડ લાઇન મુજબ મજકુર આરોપીઓની એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પો.સ.ઇ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા ઋતુરાજસિંહ નારશંગભાઇ તથા નારણભાઇ દેવજીભાઇ તથા પો.હેડ. કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા હીતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વિનભાઇ કારણભાઇ તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહ એ  ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

(11:35 am IST)