Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોરબી એટીએમ ચીટીંગ પ્રકરણમાં મુખ્ય સુત્રધારોને ઝડપી લેવા પોલીસ યુપી સુધી તપાસ કરશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૫: મોરબીમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આંતર રાજય એટીએમ ફ્રોડ કરતી યુપીની નિશાદ ગેંગના સાગરિતને મોરબી પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે તો આરોપીએ એટીએમ ફ્રોડ માટે ૧૩૮ એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાની કબુલાત આપી હતી.

મોરબીની એસબીઆઈ બેંકના વિવિધ એટીએમમાં લાખોની ચીટીંગ મામલે મોરબી પોલીસ ટીમે આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળ રહે યુપી વાળાને ઝડપી લઈને ઝડતી તપાસ કરતા તેની પાસેથી વિવિધ બેકોના ૧૭ એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ ચલાવી હતી અને આરોપી યુપીની નિશાદ ગેંગનો સાગરિત હોય અને આંતરરાજય ગેંગમાં ૧૫ સભ્યો પણ ચીટીંગમાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થવા પામ્યો હતો જે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે ત્યારે મોરબી પોલીસે ગેંગના ૧૫ ઇસમોને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને કેસની તપાસ યુપી સુધી લંબાય તેવી માહિતી પણ પોલીસના સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે તો ઝડપાયેલ આરોપીએ ચીટીંગ કરવા માટે ૧૩૮ એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાનો પણ ખુલાસો થવા પામ્યો છે લાખોની ચીટીંગના ગુન્હામાં આખી ગેંગ સંડોવાયેલ હોય જે ગેંગના મુખ્ય સુત્રધારો સહિતનાને ઝડપી લેવા મોરબી પોલીસ યુપી સુધી તપાસના ઘોડા દોડાવી શકે છે.

(11:40 am IST)