Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જીતવા ભાજપના જ બે જૂથ વચ્ચે ટક્કર ..!

ધારાસભ્ય સાબરીયા જૂથ અને પૂર્વ મંત્રી કવાડિયા જૂથે આ ચૂંટણી જીતવા એટીચોંટીનું જોર લગાવ્યું

 ( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૫: હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની આગામી સમયમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડનાર છે જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ હાસિયામાં ધકેલાય ગઈ છે.આથી ભાજપમાં જ આ ચૂંટણી જીતવાનો ખરાખરીનો જંગ જામ્યો છે.ખાસ કરીને ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયા જયારથી ભાજપમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા ત્યાર બાદ હળવદ ભાજપમાં બે જૂથ પડી ગયા છે.જેમાં એક જૂથ ધારાસભ્ય સાબરીયાનું અને બીજું જૂથ પૂર્વ ધારાસભ્યઙ્ગ કવાડિયાનું છે ,એ વાત જગજાહેર છે .આ બન્ને જૂથ વચ્ચે હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કાંટે કી ટક્કર થવાની હોવાનું રાજકીય વર્તુળોઙ્ગ ચર્ચાઈ રહ્યું છે.ઙ્ગ

હળવદ ભાજપના બન્ને બળીયા જૂથો બહાર હમ સાથ સાથે હૈ નો દેખાડો કરતા અંદરખાને હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે અને આ ચૂંટણીમાં એકબીજાને ધોબી પછડાટ આપવા માટે ભારે રાજકીય દાવપેચ ખેલી રહ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે જોકે આ વખતે હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ખુદ ભાજપ સામે જ ભાજપ હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.ભાજપના બન્ને જૂથોમાં આંતરિક અસંતોષ એટલી હદે ચરમસીમાએ પહોંચી ગયો છે કે ,ચૂંટણી જીતવા અંદરો અંદર જ કાવાદાવા થઈ રહ્યા છે.હાલ તો હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ઉપર પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા જૂથનો કબજો છે.ત્યારે આગામી સમયમાં હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ઉપર ધારાસભ્ય પરસોતમ સાબરીયા જૂથનો કબજો આવે તો નવાઈ નહિ રહે છે.જોકે આ બન્ને જૂથ માટે હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે.એટલે બન્ને જૂથ આ ચૂંટણી જીતવા ભારે ધમપછાડા કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકામાં કુલ ૪૫ સહકારી મંડળીઓ આવેલી છે જેમાં ૩૩ મંડળીઓ સધ્ધર છે એટલે આ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ૩૩ મંડળીઓના નક્કી કરાયેલા મતદારો મતદાન કરશે જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યના જૂથ દ્વારા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને એક ખાનગી બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૩ મંડળીઓમાંથી ૨૧ મંડળીઓના મતદારો હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જેથી આગામી દિવસોમાં આવનાર ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પર ધારાસભ્ય નું ગ્રુપ મેદાન મારે તો નવાઈ નહીં.

(11:40 am IST)