Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોરબી-રાજકોટ હાઇવે પર એસટી બસ ટ્રક પાછળ અથડાઇ

મોરબી,તા.૫: મોરબી રાજકોટ હાઈવે અકસ્માતો માટે કુખ્યાત બની ગયો છે અવારનવાર હાઈવે પર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે એક એસટી બસ ટ્રક પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

મોરબી રાજકોટ હાઈવે પરથી પસાર થતી એસટી બસ ટ્રક પાછળ અથડાઈ હતી મોરબીથી રાજકોટ જતી એસટી બસ વીરપર નજીક પહોંચી ત્યારે આગળ જતા ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી અકસ્માતમાં કોઈ જાનહાની ના થઇ હોવાની માહિતી મળી છે જેથી એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જોકે અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે જે ચિંતાનો વિષય બની રહે છે.

(11:45 am IST)