Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કુદરત રૂઠતા જગતાત હેરાનઃ સરકાર સહાય કરે : પરેશ ધાનાણી

આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પુર અસરગ્રસ્ત અમરેલી જીલ્લાની મુલાકાતે : ખેડૂતોને સાંભળશે

તસ્વીરમાં કેશોદ પંથકમાં પરેશભાઇ ધાનાણીએ ખેડૂતોનાં પ્રશ્નો સાંભળ્યા હતા. (તસ્વીરઃ કિશોરભાઇ દેવાણી- કમલેશ જોષી-કેશોદ)

રાજકોટ,તા.૫ : સર્વત્ર મેઘમહેર બાદ પાકને નુકશાન થયુ છે ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ગઇકાલથી પુર અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરીને નિરીક્ષણ કરીને સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે.

જુનાગઢનો અહેવાલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : વિપક્ષી નેતાએ જુનાગઢ જિલ્લાની મુલાકાતમાં વંથલીના ટીનમસ ગામે છગનબાપાના ખેતરની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને પગલે છગનબાપાનું મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, ખેડ, મજૂરી પછી મગફળીના ૨૦ મણના ઉતારા સામે લીલા દુષ્કાળને કારણે બિયારણના પૈસા પણ મળે નહીં તેવી સ્થિતીમાં મુકાઇ ગયા છે.

આ વિસ્તારમાં સોયાબીન સહિત અનેક પાકનું વાવેતર કરનારા હજારો ખેડૂતોની આવી દયનીય સ્થિતી હોવાનું જણાવતાં તેમણે ખેડૂતોની આ સ્થિતી માટે ભાજપ સરકારની આ નીતીને ઠેરાવતા કહ્યું કે, તેમના કારણે ખેડૂતો, ખેતી અને ગામડાં પાયમલ થઇ ગયા છે. વીમા કંપની અને ભાજપની સાંઠગાઠના કારણે ખેડૂતોના ૨૫ હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે. ભાજપની ખેડૂત વિરોધી નીતી અને કુદરત રૂઠતા ખેડૂતો દેવાના બોજ તળે દબાઇ ગયા છે. જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતમાં ગામેગામ ખેડૂતોના આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ભાજપ સરકાર લોકોની સમસ્યાઓની અનદેખી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

કેશોદનો અહેવાલ

(કમલેશ જોષી દ્વારા) કેશોદ : કેશોદમાં ચાલુ વર્ષે ૧૬૭ ટકા વરસાદ પડ્યો જેથી ધેડ પંથક જળબંબાકાર બન્યો જેનું એક માત્ર કારણ સ્થાનિક વરસાદ જ નથી પરંતુ ઉપરવાસમાં છોડાતાં મોતીઓ નદીઓના પાણી પણ એટલા જ જવાબદાર છે જેના કારણે ખેડૂતોના ખેતરના પાળા તૂટ્યા જમીન ધોવાણી ખેતરોમાં લાંબો પાણી ભરાયા માલ ઢોરનું નુકસાન જેવી નુકસાની પરિસ્થિતિ નિર્માણ પામી જેમાં ખેડૂતોની માંગ રહી કે સર્વે હાથ ધરો અને આર્થિક પેકેજ જાહેર કરો તેવા સમયે કોગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ભાઇ ધાનાણી, નટુ ભાઇ પોકિયા, બાબુ ભાઇ વાજા,  પૂંજાભાઇ વંશ, ભીખા ભાઇ જોષી, હમીર ભાઇ ધુળા, તેમજ જીલ્લા અને તાલુકાના આગેવાન કાર્યકરોએ ધેડ પંથકના ટીનમસ. બમણાંસા, સારોડ, અખોદર, બાલાગામ, તેમજ ઓસા ની મુલાકાત લીધી હતી જેમાં આગેવાનોએ ખેડૂતો સાથે રહી અતિવૃષ્ટિ અને ભયંકર પૂરની પરિસ્થિતિ વચ્ચે નુકસાનીનું અનુમાન લગાવ્યું હતું જયારે ખેડૂતોએ પોતાને થયેલ નુકસાનીનું વળતર મળે તેમજ સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવી રજૂઆતો કરી હતી જેના પ્રત્યુત્તરમાં આગેવાનોએ આ અંગે સરકારમાં રજૂઆતો પહોંચાડવા અને નિરાકરણ આવે તેવી બાહેંધરી આપી હતી પરેશ ભાઇ ધાનાણી એ ગોઠણ ડૂબ પાણી ભરેલા ખેતરોમાં જઇ મગફળી ની બદતર હાલત અને ધોવાણ થયેલી જમીન નિહાળી તેમજ બામણાસા ગામે નદીના તૂટેલા પાળાનુ નિરીક્ષણ કર્યું સારોડ ગામના આધેડ નુ તંત્ર ની બેદરકારીથી સમયસર સારવાર ન મળતાં મોત થતાં પરિવારે આર્થિક સહાય ની માંગ કરી છે

અમરેલીનો અહેવાલ

(અરવિંદ નિર્મળ  દ્વારા) અમરેલી :   અતિવૃષ્ટિ ના કારણે અમરેલી જીલ્લા માં થયેલ નુકશાની અંગે જીલ્લાના તમામ તાલુકાઓમાં  જાત માહિતી મેળવવા ગુજરાત વિધાનસભા નેતા વિપક્ષ  પરેશભાઈ ધાનાણી, ઉનાના ધારાસભ્ય અને ધારી વિધાનસભા પ્રભારી   પુંજાભાઈ વંશ ,લાઠી-બાબરા ના ધારાસભ્ય  વિરજીભાઈ ઠુંમર ,સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય  અમરીશભાઈ ડેર સહિતના આગ્રની ઓ રાજુલા,સાવરકુંડલા,ખાંભા ,ધારી ,બગસરા, લાઠી, બાબરા,કુકાવાવ અને અમરેલી તાલુકા મથકે તેમજ ગ્રામ્ય કક્ષા એ નુકશાન અંગેની માહિતી મેળવવા અમરેલી જીલ્લા નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે .

આ કાર્યક્રમમાં દરેક તાલુકા મથકે જી.પ.સદસ્યઓ  ,તાલુકા પંચાયત પ્રમુખ તથા  સદસ્યશ્રીઓ , તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તથા  સંગઠનના તમામ હોદેદારો, નગરપાલિકાના હોદેદારઓ઼, તથા કોંગ્રેસ અગ્રણીઓ ધારાસભ્યઓ સાથે ઉપસ્થિત રહેના છે તેમ પ્રમુખ અર્જુનભાઇ ટી. સોસાએ જણાવ્યું છે.

(11:46 am IST)