Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જામનગરમાં તાલપત્રી બાંધતા પડી જવાથી વૃધ્ધનું - પુલ ઉપરથી પડતા યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૫ : અહીં પટેલ કોલોની શેરીનં.ર, આનંદ કોલોની, 'કૃષ્ણા આશ્રય' માં રહેતા પંકજભાઈ વિજયભાઈ પંચમતીયા એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪–૯–ર૦ર૦ના આ કામે મરણજનાર મોતીચંદ્ર સુધનરામ, ઉ.વ.પ૭, રે. જિ. સિવાય, રાજય બિહાર વાળો મોટી ખાવડી સીમમાં જાહેર કરનાર પંકજભાઈની સાઈડ ઉપર માળી કામ (મજુરી કામ) કરતા હતા તે દરમ્યાન દિવાલ ઉપર ચડી તાલપી બાંધતી વખતે અકસ્માતે પડી જતા માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ છે.

અહીં મીયાણા વાસમાં રહેતા અયુબભાઈ આમદભાઈ સંઘાર એ સીટી'બી' પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૯–ર૦ર૦ના આ કામે મરણજનાર સુલતાન સુમારભાઈ સંઘાર, ઉ.વ.ર૪, રે. બેડી જૂની ઈદ મસ્જિદ ચોક, સંચાણા ફળી, જામનગરવાળો રાત્રીના સમયે બેડી જતા રો સાંઢીયા પુલથી કોઈપણ કારણોસર નીચે પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ ઉપર જ મરણ ગયેલ છે.

દારૂની બોટલ સાથે બે ઝડપાયા

જામનગર : સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના વુલનમીલની પાછળ, આનંદ કોલોની, અંબાજીના મંદીર પાસેથી જાહેર રોડ ઉપરથી આ કામના આરોપી વિક્રમસિંહ લાલસિંહ ચૌહાણ, સનીલકુમાર સીનામસિંહ કુશવાહા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૮, કિંમત રૂ.૪,૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ ગયેલ છે.

મકાનમાંથી દારૂની નવ બોટલ ઝડપાઇ

જામનગર : સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના જામનગર શંકર ટેકરી સિઘ્ધાર્થ કોલોની આ કામના આરોપી યશ ઉર્ફે ટપુડો અનીલભાઈ સોંદરવા, રે. જામનગરવાળાના રહેણાક મકાનના બીજા માળે આવેલ રૂમમાં એક પ્લાસ્ટીકની હેમકીન કોલા નામની નાની શીશી રપ૦ એમ.એલ. જેટલો ઈંગ્લીશ દારૂ કિંમત રૂ.૧પ૦/– તથા ઈંગ્લીશ દારૂની ખાલી નવ (૯) બોટલો ૮ પી.એમ. સ્મૃથ ઈન્ડીયન વ્હીસ્કી બ્લેન્ડેડ વીથ સ્કોચ ફોર સેલ ઈન મહારાષ્ટ્ર બનાવટની આરોપી યશ ઉર્ફે ટપુડો ના પિતાશ્રી ના એસ.બી.આઈ. બેંક એકાઉન્ટની પાસ બુક ના આગલા પાનની ઝેરોક્ષ નકલ મળી આવેલ હોય જે તપાસ અર્થે કબ્જે કરેલ છે. આરોપી યશ ઉર્ફે ટપુડો હાજર નહીં મળતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

જુગાર રમતા અગિયાર ઝડપાયા

જામનગર : સીટી 'બી'  ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના નવા રેલ્વે સ્ટેશન માજોઠીનગર માં આ કામના આરોપીઓ વલીમામદભાઈ નુરમામદભાઈ પુપર, આમદભાઈ રોશનભાઈ માજોઠી, મોસીનભાઈ મુસાભાઈ માકોડા, હમીદભાઈ હુશેનભાઈ માજોઠી, ઓસમાણભાઈ અલ્લારખાભાઈ માકોડા, આરબીભાઈ તૈયબભાઈ માકોડા, સલાઉદીન ઈદ્રીશભાઈ માજોઠી, સીંકદરભાઈ આમદભાઈ માજોઠી, અકરમભાઈ ઈબ્રાહીમભાઈ માજોઠી, રાજુભાઈ ભાણજીભાઈ સીનોદીયા, અશરફ મુલાભાઈ માકોડા, રે. જામનગરવાળા જાહેરમાં બેસી ઘોડીપાસાના પાસા વડે પૈસાની લેતી દેતી કરી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા કુલ રૂ.૧૩,૩૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ત્રણ પીસ્તોલ સાથે બે ઝડપાયા

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૯–ર૦ર૦ના   નવાગામની ઉગમણી સીમ, નવાગામથી ડેરાછીકારી તરફ જતા કાચા રસ્તે બેઠા પુલ પાસે આ કામના આરોપી સુરેશ સુધાભાઈ ગોરાણીયા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે પરવાના/લાયસન્સ વગર જાહેરમાં દેશી બનાવટની લોખંડની પિસ્તોલ (અગ્નીશસ્ત્ર) નંગ–૩, કિમંત રૂ.૬૦,૦૦૦/– તથા જીવતા કાર્ટીસ નંગ–ર, કિંમત રૂ.ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી વિરમભાઈ મેરામણભાઈ મોઢવાડીયાએ આરોપી સુરેશ સુધાભાઈ ગોરાણીયાને આ પિસ્તોલ તથા કાર્ટીસ આપી એકબીજાને આ ગુનામાં મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:50 pm IST)