Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જેતપુરમાં કોરોનાનો બોમ્બ ફૂટયોઃ એક જ દિ'માં ર૭ પોઝીટીવ કેસ

અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસ પ૧૦

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.પ : શહેરમાં લોકલ સંક્રમણ વધતા દરરોજ કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે અને આરોગ્યની ટીમ પણ ખડેપગે હોય તેમની સુચના મુબજ રીપોર્ટ કરતા કેસોની સંખ્યા વધી રહી છે. ગઇકાલે એકજ દિવસમાં શહેર તાલુકામાં કુલ ર૭ લોકોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હાહાકાર મચી ગયો છે.

લોકોમાં નોંધાતા કુલ પ૧૦ કેસો નોંધાયા છે. જેમાંથી ૩૧૦ લોકો સારવાર લઇ સ્વસ્થ થયેલ. ૩૦ના મોત થયા છે. બાકી ૧૭૦ લોકો સારવારમાં હેલ્થ ઓફિસર ડો. કુલદીપ સાપરીયાએ જણાવેલ કે લોકો ખાસ તકેદારી રાખે જરૂર વગર બહાર ન નીકળે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે અને  ખાસ માસ્ક પહેરવા અને સેનેટાઇઝર ઉપર ભાર આપેલ.

(12:53 pm IST)