Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જેતપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસના મણનાં રૂ.૨૧૨૧થી ૩૩૩૩ના ભાવ સાથે હરરાજીના શ્રીગણેશ

(નિતીન વસાણી દ્વારા)તા.૫: સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ત્રીજા નંબરના સૌથી મોટા જેતપુર માર્કેટ યાર્ડ ખાતે જેતપુર બજાર વિસ્તાર તથા આસપાસના પાંચેક તાલુકાઓ જેમકે ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, વડીયા તથા કુકાવાવ વિગેરે તાલુકાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં કપાસ પકવતા કિશાનો જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે આવે છે. ચાલુ વર્ષે સમયસર વરસાદ થયેલ હોય કપાસ તથા અન્ય ખરીફ પાકોનું આગોતરું વાવેતર ૧૦૦ ટકા થયેલ છે. આજરોજ કપાસની સીઝનની નવી આવકો શરૂ થતા ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, સેક્રેટરીશ્રી ભીમજીભાઇ સરવૈયા, વેપારી એસોશીએસનના પ્રમુખશ્રી નલીનભાઇ ભુવા, કપાસ ખરીદતા વેપારીમીત્રોની ઉપસ્થિતિમાં નવા કપાસની હરરાજી થતા પ્રતિમણ રૂ.૨૧૨૧/- થી લઇને રૂ.૩૩૩૩/- ના સર્વોચ્ચ રેકર્ડ ભાવો થતા ઉપસ્થિત ખેડૂતોની જનમેદનીમાં ખુબજ હર્ષોઉલ્લાસ સાથે આનંદની લાગણી પ્રસરી ગયેલ છેલ્લા બાર વર્ષથી માર્કેટ યાર્ડનું સુકાન સંભાળતા શિક્ષણવીદ્ શ્રી દિનેશભાઇ ભુવાએ યાર્ડના સર્વાંગી વિકાસની દ્રષ્ટીએ હરણફાળ ભરેલ છે. યાર્ડમાં સી.સી.આઇ., એફ.સી.આઈ.ના ખરીદ કેન્દ્રથી લઈ ખેડૂતોના લાખો કિવન્ટલ કપાસ, ઘઉં, મગફળી, ચણા વિગેરેમાં પોષણક્ષમ ભાવો મળી રહે તેમજ યાર્ડના સુચારૃં વહિવટથી દેશાવરના વેપારીઓ દ્વારા ખરીદીઓ આપવા, વેપારધંધાનો વિકાસ કરવા, ખેડૂતોને આર્થિક સદ્ઘર બનાવવા ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન અને દેખરેખ નીચે યાર્ડના તમામ સદસ્યશ્રીઓ તથા વેપારી મંડળના સંકલનથી જેતપુર માર્કેટ યાર્ડ સર્વોત્ત્।મ રીતે વિકાસશીલ યાર્ડ તરીકે ઉભરી આવેલ છે. વધુમાં ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવાએ જણાવેલ કે, જેતપુર યાર્ડ ખાતે દરવર્ષે કપાસના ઉચા ભાવો રહેતા હોય ખેડૂતોએ પોતાનો માલ દુરદુર વધુ ભાડાઓ ખર્ચીને ન લઈ જઈ જેતપુર માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈ આવવો જોઈએ. તેમજ ચાલુ વર્ષે અતીવૃષ્ટિના લીધે હાલ કપાસ તથા અન્ય જણસીઓની પરિસ્થિતિ ખુબજ વિકટ હોય ગુણવત્ત્।ા અને કવોલીટીયુકત પોતાના માલનું ગ્રેડીંગ કરી માલનું વેચાણ કરવું જોઈએ. જેથી કરીને પુરતા પોષણક્ષમ ભાવો મળી રહે.

(12:54 pm IST)