Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જુનાગઢમાં ૧૪ મહિલાએ ભાજપને છોડયો

જુનાગઢ : શહેર કોંગ્રેસ કાર્યાલયે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની કારોબારી મીટીંગ રાખવામાં આવેલ. મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, કોર્પોરેટર મંજુબેન પરસાણાની હાજરીમાં ૧૪ ભાજપના મહિલા સભ્યોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા, તેમજ વોર્ડ નંબર ૧ થી ૧પ ની કોંગ્રેસ મહિલા કાર્યકરોએ હાજરી આપી જેમાં (૧) રાબડીયા રેખાબેન હંસરાજભાઇ (ર) વોરા પારૂલબેન સવજીભાઇ (૩) રાદડિયા રમાબેન વી. (૪) બુટાણી જયશ્રીબેન પી. (પ) હંસાબેન ભાનુભાઇ પાનસુરીયા (૬) જીગુબેન ધીરૂભાઇ વઘાસિયા (૭) શિલ્પાબેન વીરલભાઇ વર્ણગર (૮) હીનાબેન અતુલભાઇ બુટાણી, (૯) પુનમબેન એ. પટોડીયા (૧૦) ભાવનાબેન કાંતિભાઇ ઢોલરિયાની (૧૧) હંસાબેન ડી. પતોડિયા (૧ર) જુલીબેન યુ. તંતી (૧૩) કોમલબેન એન. નાઢા (૧૪) રેખાબેન બી. જોશી કોંગ્રેસમાં જોડાયા હતાં.

(12:55 pm IST)