Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વાંકાનેર કો. ઓપ. હાઉસિંગ સોસાયટીમાં શરૂ કરાયેલ કોવિડ હોસ્પિટલ બંધ કરાવો

સોસા.માં રહેતા વૃદ્ઘો, બાળકોના જીવ જોખમમાં : રહેવાસીઓની કલેકટરને રજૂઆત

રાજકોટ : તા.૫, અહિના જામનગર રોડ ઉપર આઈ.ઓ.સી.ના ટાંકા સામે આવેલ વાંકાનેર કો.ઓપ.હાઉસીંગ સોસાયટીમાં શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલ બંધ કરવા રહેવાસીઓ દ્વારા કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે

   આ રજૂઆતમાં જણાવ્યું હતું કે વાંકાનેર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ. માં આશરે ૧૫૦ થી ૨૦૦ મકાન આવેલ છે અને આ મકાનમાં સોસાયટીના સભ્યો તેના કુટુંબ કબીલા તથા નાના-નાના બાળકો સાથે રહી રહ્યા છે. આ સોસાયટીમાં રહેતા શ્રી જનકભાઈ લાભુભાઈ મેતા એ પોતાની લગભગ દસ વર્ષથી બંધ હોસ્પિટલ હતી. જે ભાડાના હેતુસર અન્ય ડોકટરને ભાડાપટ્ટે આપેલ છે અને આ ડોકટરે માનવ ગરીમા નેવે મૂકીને સોસાયટીને અડોઅડ જ કોવિડ સેન્ટર ચાલુ કરેલ છે જેના લીધે સોસાયટીમાં રહેતાં વૃદ્ઘો તથા નાના બાળકોનું જીવન ગંભીર હાલતમાં મૂકાયેલ છે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સેન્ટર રહેણાક વિસ્તારમાં બનાવી શકાય નહીં પરંતુ આ લોકોએ માનવજીવન ગંભીર પરિસ્થિતિમાં મૂકાય તેવી સ્થિતિ ઉભી કરી છે.

આ હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી વગર મંજૂરીએ હોસ્પિટલ માં રૂપાંતર કરેલ છે જેથી આ મામલે યોગ્ય કરવા વાંકાનેર કો.ઓપ. સોસાયટીના સભ્યો સર્વ શ્રી રાજેન્દ્ર પંડ્યા, નાથાલાલ કડીવાર,  મેઘરાજસિંહ ચુડાસમા (એડવોકેટ) એસ.ડી.જાડેજા રમેશભાઈ ઠક્કર, મહાલક્ષ્મીબેન જયસ્વાલ, ડી.કે. ભટ્ટ વગેરે સેંકડો લતાવાસીઓએ અંતમાં જણાવ્યું હતુ.

(3:53 pm IST)