Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જેતપુરમાં પુત્રની પાંચ મહિના પહેલા હત્યા કરનાર પિતાના જામીન મંજૂર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.પ :  શહેર ભોજાધાર વિસ્તારમાં રામજી ઉર્ર્ફે રામભાઇ નાનજીભાઇ ડાભી તેના પરિવાર સાથે રહેતા હતા. જેમાં તેનો મોટો દિકરી મેહુલ ઉર્ફે લાલુ દારૂ પીવાની ટેવવાળો હોય અવાર નવાર તેના પરિવારને હેરાન કરતો હોય તેના પિતા રામજીએ ઘરકંકાસમાં તેનું કાસળ કાઢી નાખી તેની પત્ની નાનો દિકરો મહેશની મદદથી પોતે જયાં કામ કરતા હતા ત્યાં કારખાનામાં તેની લાશ દાટી દીધેલ. તે અંગેની ફરીયાદ શહેર પોલીસમાં નોંધાતા સીટી પી.આઇ. વી.કે. પટેલે ત્રણે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

જે અંગેના કેસના મુખ્ય આરોપી  રામજી ડાભી જેમણે તેના પુત્રના મોત નીપજાવેલ. તેના પક્ષે યુવા ધારાશાસ્ત્રી મહાવીરભાઇ પટેલે, વિજયભાઇ ગોસાઇએ જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટમાં મુકીને પુરાવા કાયદાની વિવિધ જોગવાઇ, હાઇકોર્ટે તેમજ સુપ્રીમ કોર્ટના રૂલીંગ્સ રજુ કરી દલીલ કરતા એડી. સેસન્સ જજ શ્રી આર.આર.ચૌધરીએ રામજી ડાભીને જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ.

(3:53 pm IST)