Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સીટી મામલતદાર કચેરી મોરબીના સર્કલ ઓફીસર જુવાનસિંહ ખેર ૧ હજારની લાંચ લેતાં ઝડપાયા

મોરબી::::સીટી મામલતદાર કચેરી, મોરબીના સર્કલ ઓફીસર જુવાનસિંહ ખેર ૧ હજારની લાંચ લેતાં ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

એ.સી.બી. ટીમને એક જાગૃત નાગરીકે માહિતી આપી હતી જેમાંજુવાનસિંહ રતનસિંહ ખેર, ઉ.વ.૩૫, સર્કલ ઓફીસર, વર્ગ-૩, સીટી મામલતદાર કચેરી, મોરબી. 

રહે.સી/૮/૪૪, સરકારી વસાહત, લાલબાગ, મોરબી. 

મુળ રહે.દુધઇ, તા.મૂળી, જી.સુરેન્દ્રનગર એ રૂપિયા ૧૦૦૦ની લાંચ માગી હતી

   આ કામે એ.સી.બી.ને હકિકત મળેલ કે, સીટી મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂપીયા ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીની માંગણી કરી સ્વીકારી અને ન આપે તો યેનકેન પ્રકારે નોંધ કરતા નથી.       

જેથી આ બાબતે ડિકોય અર્થે સહકાર માંગતા ડિકોયરશ્રીએ સહકાર આપેલ અને આજરોજ ગોઠવવામાં આવેલ ડિકોય દરમ્યાન આરોપીએ ડિકોયરના અસીલની વારસાઇ નોંધ કરવા માટે ડિકોયરશ્રી પાસે રૂા.૧,૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી, ડિકોય દરમ્યાન ઝડપાઇ જઇ લાંચની રકમ રીકવર થતાં ગુનો કર્યા છે

ટ્રેપ કરનાર અધિકારીપી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., મોરબી  

સુપરવિઝન અધિકારીશ્રી એચ.પી. દોશી, મદદનીશ નિયામક, એ.સી.બી., રાજકોટ એકમ અને ટીમે કાર્યવાહી કરી હતી.

(5:00 pm IST)