Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કચ્છ : મુન્દ્રા-બારોઇ પાલિકા વિસ્તારમાં નવું સીમાંકન : વોર્ડની રચના કરી બેઠકની ફાળવણી

રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લાની મુન્દ્રા ગ્રામ પંચાયત તથા બારોઇ જુથ ગ્રામ પંચાયત ભેળવી સંયુકત રીતે મુન્દ્રા-બારોઇ નગરપાલિકા બનાવેલ છે.ર૦૧૧ની વસ્તી ગણતરી આધારે નવેસરથી સીમાંકન પ્રક્રિયા હાથ ધરી વોર્ડ રચના કરી બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે.

         મુન્દ્રા-બારોઇ નગરાપાલિકા સીમાંકન અને બેઠક ફાળવણી અંગેના પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી આયોગે તા.૦૪/૦૯/૨૦૨૦ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. આ વોર્ડ રચના અને બેઠક ફાળવણી માટે પ્રાથમિક આદેશ કરવામાં આવેલ છે. આ અંગે જાહેર જનતાને સૂચન/મંતવ્ય હોય તો પ્રાથમિક આદેશ પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦માં સચિવશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં-૯,૬ ક્રો માળ, સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે અથવા રાજ્ય ચૂંટણી આયોગના ઇ-મેઇલ sec-sec@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે સૂચનો/મંતવ્યની એક નકલ સંબધિત જિલ્લા ક્લેકટરશ્રીને પણ મોક્લી આપાવાની રહેશે.મુદત પૂરી થયા બાદ મળેલ સૂચનો/મંતવ્યો ધ્યાને લેવામાં આવશે નહિ.

        પ્રાથમિક આદેશની વિસ્તૃત વિગતો આયોગની વેબસાઇટ www.sec.gujarat.gov.in પર પણ જોઇ શકાશે. તેમ મહેશ જોશી સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર ની યાદી માં જણાવાયું છે

(8:00 pm IST)