Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાતુર્માસ નિમિત્તે ઓનલાઇન સત્સંગ સાથે ઓનલાઇન સંતોની ધોરાજીમાં પધરામણી

બીએપીએસ સંસ્થા દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે:પૂજ્ય સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી: ધોરાજીમાં કિશોરભાઈ રાઠોડ ના નિવાસ્થાને સંતોની ઓનલાઇન પધરામણીથી ઘર સભા યોજાઈ

ધોરાજી: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા શાહીબાગ અમદાવાદ દ્વારા હાલમાં કોરોના મહામારી ના સમયમાં ચાતુર્માસ નિમિત્તે સંત પારાયણ તેમજ સંતોની પધરામણી  સમગ્ર દેશ અને વિશ્વમાં કાર્યક્રમો થતા હોય છે પરંતુ આ વર્ષે આ સંપૂર્ણ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હરિભક્તોમાં સત્સંગ જળવાઈ રહે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુથી બીએપીએસ સંસ્થા દ્વારા ઓનલાઈન ચાતુર્માસ નિમિત્તે સંતોની પધરામણી સાથે ઘર સભા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી દ્વારા ધોરાજીના સત્સંગી કિશોરભાઈ રાઠોડ ને ત્યાં ઓનલાઇન પધરામણી કરી હતી
  આ સમયે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ના સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી એ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં મંદિરો તેમજ સભા સત્સંગ વગેરે બંધ  છે ત્યારે બીએપીએસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી એ વિચાર કર્યો કે હાલના કોરોના મહામારી ના સમયમાં ઘર સભા મહાન છે ત્યારે આધુનિક ડિજિટલ ભારત ની સિસ્ટમ ઓનલાઈન ચાતુર્માસ સત્સંગ અને સંત પધરામણી યોગ્ય છે અને એમના આશીર્વાદથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ સંસ્થા દ્વારા ઓનલાઈન સંત પારાયણ અને સંતોની પધરામણી નો કાર્યક્રમ જાહેર કર્યો છે જે કાર્યક્રમ ચાતુર્માસ દરમિયાન બીએપીએસ મંદિર સમગ્ર ભારત અને વિશ્વની અંદર જ્યાં છે ત્યાં તમામ હરિભક્તો ના નિવાસ સ્થાન સુધી સંતોની ઓનલાઇન પધરામણી થાય તે હેતુથી ઓનલાઈન સંત પધરામણ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ દ્વારા ઓનલાઇન સંતોની પધરામણી અને ઘર સભા  અને સત્સંગ જે જુનાગઢ મંદિર દ્વારા ધોરાજી ઉપલેટા પોરબંદર અને જુનાગઢ જિલ્લો વિગેરે વિસ્તારના 500 જેટલા હરિભક્તો ને ત્યા ઓનલાઇન સંતોની પધરામણી અને સંત સભા તથા સત્સંગનો કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી દરેક હરિભક્તો ના ઘર સુધી સંતોની પધરામણી ઓનલાઈન થઈ ચૂકી છે અને ધર સભા ના માધ્યમથી પરિવારમાં ધર્મ લાભ જોવા મળી રહ્યો છે
આ પ્રસંગે પૂજ્ય શ્રી કલ્યાણમૂર્તિ સ્વામીએ ધોરાજી ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ  નિતીન પ્રવિણભાઇ રાઠોડ તથા ડો હેમાંગ રાઠોડ વત્સલ રાઠોડ તથા રાઠોડ પરિવાર ના તમામ  સભ્યો ને આશીર્વાદ પાઠવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન સાથે ઘર સભા યોજી આશીર્વાદ પાઠવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
આ પ્રસંગે ઓનલાઇન સત્સંગ અને ઓનલાઇન સંતોની પધરામણી કેવી લાગી તે સંતોએ પૂછતા હરિભક્ત કિશોરભાઈ રાઠોડ ખૂબ જ ખુશી વ્યક્ત કરતા જણાવેલ કે હાલના સમયમાં કોરોના નો વ્યાપ સમગ્ર દેશ અને વિશ્વમાં વધ્યો છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ જે ઓનલાઇન સત્સંગ દ્વારા સંતોની પધરામણી થઈ રહી છે અને સમગ્ર વિશ્વમાંથી કોરોના ની મહામારી નાબુદ થાય તે બાબતે સંકલ્પ લેવડાવ્યો છે તે બાબતે સંતોને વંદન સાથે આભાર માન્યો હતો અને આ ઓનલાઈન સંત પધરામણ અને ઓનલાઈન સત્સંગ વધુ વ્યાપ વધે તે બાબતે પણ સૂચન કર્યું હતું
ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના હરિભક્તો નવનીતભાઈ પનારા તેમજ અમૃતલાલ કસેટીયા વિગેરે ઓનલાઈન સિસ્ટમ બાબતે જહેમત ઉઠાવી હતી

(9:10 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 87,115 પોઝિટિવ કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કુલ કેસની સંખ્યા 40,20.239 થઇ : એક્ટિવ કેસ 8,45,477 થયા : વધુ 69,625 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 31,04,512 રિકવર થયા : વધુ 1066 લોકોના મોત સાથે મૃત્યુઆંક 69,635 થયો access_time 12:41 am IST

  • " યાંત્રિક ધ્યાન દે " : 12 સપ્ટેમ્બરથી રેલવેની 80 સ્પેશિઅલ ટ્રેન શરૂ : રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી : આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન દોડાવવાનું આયોજન : રેલવે બોર્ડ ચેરમેન વિનોદકુમાર યાદવ access_time 6:08 pm IST

  • ‘યુએઇ'માં હળવો આંચકો : યુએઇમાં ફુજાઇરાહ ખાતે ગઇકાલે સવારે ૬ વાગે ભૂકંપનો હળવો ૩.૪ સ્‍કેલનો આંચકો લોકોએ અનુભવ્‍યો હતો. access_time 5:01 pm IST