Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજી કોર્ટ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વષની સજા ફટકારી

ધોરાજી કોર્ટ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વષ ની સજા  ફટકારી છે
આ અંગે જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજી ના વેપારી પ્રફુલભાઈ મગનભાઈએ પાટણવાવના ભુરાભાઈ કાળાભાઈ ને ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતા મિત્રતાના નાતે રકમ રૂ।.19,00,000  હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે રકમ રૂ।.9,50,000 નો ચેક જેના ચેક નં.600024 તથા રકમ રૂ।.9,50,000 અંકે રૂપિયા નવ લાખ પચાસ હજાર પુરાનો ચેક જેના ચેક નં. 600025 એમ બંને ચેકો સહી કરી લખી આપેલા જે ચેકો બેંકમાં જમા કરાવતા ચેકો અપુરતા ભંડોળના કારણે રિર્ટન થતા ફરીયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ઘી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ-138 મુજબ નોટીસ આપવા છતા આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટેમાં ધારાશાસ્ત્રી પાર્થ બી.ઠેસીયા મારફત બંને ચેકોની અલગ અલગ ફરીયાદ દાખલ ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીના એડિશ્નલ ચીફ.જયુડી. મેજીસ્ટેટ  દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ 138 મુજબ ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને બંને કેસોમાં એક વર્ષની સજા તથા બંને કેસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ચુકવા તથા વળતરની રકમ ન ચુકવેતો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે

(9:28 pm IST)