Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભુજથી માતાના મઢ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત:20 મુસાફરોને નાની મોટી ઇજા

કોટડા નજીક એસટી બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે પાછળથી અથડાઈ: અચાનક બ્રેક વાગવાથી મુસાફરો આગળ તરફ ફંગોળાયા

કચ્છના ભુજથી માતાના મઢ જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. નખત્રાણાના કોટડા જદોડર નજીક આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને પહેલા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા નખત્રાણા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. સવારના સમયે આ અકસ્માતની ઘટના ઘટી હતી.

(10:10 pm IST)