Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વાંકાનેરમાં રંગવાળી શેરીમાં ગરબી મંડળમાં રાસ-ગરબાની રમઝટ

(લિતેશ ચંદારણા દ્વારા) વાંકાનેર,તા. ૫ : શહેરના જીનપરા વિસ્‍તારમાં આવેલ રંગના કારખાના પાસે શેરી નં. ૧૧ના નાકે આવેલ જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું સુંદર આયોજન કરવામાં આવતુ હોય છે.

ઉપરોકત ગરબી મંડળના સંચાલક કિશનભાઇ ભુપતભાઇ બારોટે માહિતી આપતા જણાવેલ કે, અહીં ગરબી મંડળમાં અમો કયારેય કોઇ પાસેથી ફંડ-ફાળો લેવામાં આવતો નથી ઉપરાંત આ ગરબી મંડળમાં આઠથી તેર વર્ષની બાળાઓને રમાડતા હોય છીએ. ઉપરાંત દરેક બાળાઓને દરરોજ વિવિધ જાતની પ્રસાદી ઉપરાંત લ્‍હાણી પણ આપવામાં આવતી હોય છે. અહીંના સ્‍થાનીક રહીશોનો પણ પુરતો સાથ સહકાર મળતો હોય છે.

અમારૂ આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્‍યાત છે. તેમ પાટીલભાઇ બારોટે જણાવ્‍યું હતું. અને છેલ્લા સોળ વર્ષથી કોઇ પાસેથી ફંડ લેવામાં આવતુ નથી. સ્‍વખર્ચે માંની આરાધના માટે નિઃસ્‍વાર્થે આયોજન કરવામાં આવે છે.

(10:22 am IST)