Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

યદુનંદન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કચ્‍છના અગ્રગણ્‍ય ઉદ્યોગપતિ અને દાનવીર શ્રેષ્ઠી બાબુભાઈ હુંબલની સામાજિક સેવાઓ બિરદાવાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: ભુજોડી આહીર કન્‍યા વિદ્યાલયના પ્રમુખ અને કચ્‍છના આહીર સમાજના દાનવીર શ્રેષ્ઠી અને સામાજિક આગેવાન, અગ્રગણ્‍ય ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ ભીમાભાઇ હુંબલ દ્વારા શ્રી યદુનંદન જનરલ ચેરીટેબલ ટ્રસ્‍ટને જે સમૂહ લગ્ન નું કાર્ય કરવા માટે યુવાનો ને ઉત્‍સાહ હુંફ તેમજ પ્રોત્‍સાહન પેટે ૧,૦૧,૦૦૦ આ સમૂહ લગ્ન ના ભગીરથ કાર્યમાં આપેલ છે અગાઉ પણ આહીર સમાજ ની વાડી પેટે ૫,૬૨,૦૦૦ આપી ચૂક્‍યા છે. કચ્‍છ માં રહીને પણ શ્રી યદુનંદન જનરલ ચેરીટેબલ ટ્રસ્‍ટની વારંવાર ચિંતા કરતા અને હર હમેશા હોકારો મારનાર અને સામેથી ફોન કરીને પૂછનાર કે ક્‍યાં અટક્‍યું છે તે મને જણાવો આવી નિખાલસ ભાવના અને સમાજ પ્રત્‍યેનો તેમનો ગૌરવ જોતા એવું લાગે છે કે વાસ્‍તવિક રીતે પ્રાઉડ ઓફ આહીર ની ભૂમિકા અદા કરીᅠ તે બદલ શ્રી બાબુભાઈ હુંબલનો શ્રી યદુનંદન જનરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખુબ ખુબ આભાર વ્‍યક્‍ત કરાયો છે.

(10:27 am IST)