Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દશેરાની ઉજવણીઃ સામુહિક શષાપૂજનઃ રાત્રે રાવણ દહન

નવરાત્રી પર્વનો વિરામઃ મિઠાઇની દુકાનોમાં લોકોની ભીડ જામીઃ પ્રાચીન ગરબીઓમાં લ્‍હાણી વિતરણઃ અર્વાચીન રાસ-ગરબા આજે પૂર્ણ થશે

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નવલા નોરતા પુર્ણ થતા આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો મિઠાઇ લેવા માટે દુકાનોમાં ઉમટી પડયા છે.

આજે સામુહિક શષાપૂજન કરવામાં આવ્‍યુ હતું. અને  રાત્રે રાવણદહન કરવામાં આવશે.

પ્રાચીન ગરબીઓમાં ગઇકાલે અને અર્વાચીન રાસોત્‍સવમાં આજે ગરબા પુર્ણ થશે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આજે વિશાળકાય રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે નવરાત્રી દરમિયાન સતત નવ દિવસ સુધી બાળાઓ એ માતાજીના પવિત્ર અને ભક્‍તિસભર રાસ ગરબા રમી ગ્રામજનોને માંની ભક્‍તિમાં તરબોળ બનાવ્‍યા હતા નેવું વર્ષ જૂની આ ગરબીમાં દશેરા ના દિવસે સાંજના પાંચ વાગ્‍યાં દરમિયાન અત્રેના ગાયત્રી મંદિર પાસે પચાસ ફૂટ ઊંચા અને વિસ ફૂટ પહોળા રાવણ નું સર્જન કરી પ્રભુશ્રી રામના હસ્‍તે રાવણનું દહન કરવામાં આવશે દિવસ દરમિયાન નવરાત્રી મહોત્‍સવ સંપન્ન થતા હવનનું આયોજન રાખવામાં આવેલ છે ત્‍યારબાદ રાવણ દહન કરવામાં આવશે રાવણ દહન થયાં બાદ પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકીને સુંદર શુસોભીત રથમાં બિરાજમાન કરી ભવ્‍ય શોભાયાત્રા આખા ગામમાં ફરશે જેમાં સમસ્‍ત ગ્રામજનો ઉમટી પડશે વિશાળકાય રાવણને બનાવવામાં આયજકો એ બહુમૂલ્‍ય સમય ફાળવી ઉમદા મહેનત લીધેલ છે ગ્રામજનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ આજે વિજયા દશમીએ ભાવનગર શહેરમાં બે સ્‍થળોએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન થયેલ છે.

શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રાવણ દહન નો ભવ્‍ય કાર્યક્રમ યોજા છે.રાવણ દહન પહેલા ભવ્‍ય આતશબાજી કરવામાં આવશે

ભાવનગર પમિના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત ‘વિજયા દશમી મહોત્‍સવ- રાવણ દહન' આજે સાંજે ૬-૦૦ કલાકે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે.આ કાર્યક્રમની તૈયારી ઓને આખરી ઓપ અપાઇ રહયો છે . શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ૯ વર્ષથી સતત ‘વિજયાદશમી મહોત્‍સવ- રાવણ દહન' કાર્યક્રમ સંતો - મહંતોની વિશેષ ઉપસ્‍થિતિમાં આતશબાજી અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવે છે . પોતાના મતવિસ્‍તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને નજીકમાંજ આ પૌરાણિક મહત્‍વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અગ્રણીશ્રીઓ ની વિશેષ ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બજરંગ વિકાસ સમિતિના અધ્‍યક્ષશ્રી દ્વારા જણાવવામાં આવે છે કે  ‘વિજયાદશમી મહોત્‍સવ- રાવણ દહન' કાર્યક્રમની વ્‍યવસ્‍થા પૂર્ણાહુતિના આરે છે. આ પ્રસંગે નગરજનોને પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્‍યોના વિજયોત્‍સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ દ્રારા વિજયાદશમી નિમિતે શષાપૂજન નો કાર્યક્રમ તારીખ ૫/૧૦/૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, કાશી વિશ્વનાથ રોડ, લાલપુલ પાસે, ખાતે આયોજન કરવામાં આવેલ છે. મહારાજા હિમાંશુસિંહજી, રાજકુમાર જયોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ ખાસ ઉપસ્‍થિત રહી શષા પૂજન કરશે તેઓની સાથે સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટીશ્રીઓ, તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ અને શ્રી ક્ષત્રિય યુવા સંગઠન ના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યો, વડીલો, યુવાનો પણ ઉપસ્‍થિત રહી શષા પૂજનમાં જોડાશે.

તેમજ શષાપૂજન બાદ તલવારબાજી સ્‍પર્ધા અને શ્રી ક્ષત્રીય યુવા સંગઠન દ્રારા ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે. રેલીના સ્‍વરૂપમાં યોજેલ શોભાયાત્રા રાજપૂત સમાજ ભવન ગોંડલથી પ્રસ્‍થાન કરી શહેરના મુખ્‍યમાર્ગ પરથી પસાર થઇ ર્માં આશાપુરા મંદિરે પૂર્ણ થશે.

આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકાના ગામો અને શહેરમાંથી વીશાળ સંખ્‍યામાં આપ સૌને ઉપસ્‍થિત રહેવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ - ગોંડલના મંત્રીશ્રી બ્રિજરાજસિંહ વાઘેલા દ્રારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ - ગોંડલના કારોબારીસભ્‍યોશ્રી જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:54 am IST)