Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મોટી પાનેલી પાંચ દાયકા જૂની ગરબીમાં મહાકાળીમાંનું રૌદ્ર સ્‍વરૂપ સાથે તાંડવ,હજારો લોકો ધ્રુજી ઉઠ્‍યા : ભૂતિયા રાસ, માથા ઉપર ૩૫૧ સળગાવી આરતી ઉતારતી બાળાઓ

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની પાંચ દાયકા જૂની શ્રી શક્‍તિ ગરબી મંડળમાં ગરબીની બાળાઓએ અવનવા રાસ ગરબા રજૂ કરી લોકોની અચંબિત કરી દીધા છે જેમાં છ ફૂટ ઊંચું વિશાળ બાહુબલી શિવલિંગ ઊંચકી ને મહાદેવના સ્‍વરૂપમાં સ્‍થાપના કરી ભૂતિયા રાસ દ્વારા લોકોને અવાચક બનાવી દીધા હતા સાથે જ વિકરાળ રૌદ્ર સ્‍વરૂપે સ્‍વયંમ માં મહાકાળી એ ક્રોધિત મુદ્રામાં તાંડવઃ રચી દાનવનો સંહાર કરેલ તે વખતે હજારો લોકો પણ ધ્રુજી ઉઠ્‍યા હતા. ગરબીની બાળાઓના રોજ અવનવા રાસ નિહાળવા હજારો લોકો ઉમટી પડે છે. માં ભવાની તલવાર રાસ, સાક્ષાત ભારતમાતાના સ્‍વરૂપે દેશભક્‍તિ નળત્‍ય તેમજ મસમોટા પીતળ ના હાંડા માથા ઉપર લઈને બાળાઓ ગરબે ઘૂમે છે સાથે જ સાહસ અને શૌર્ય સાથેમાં ની ભક્‍તિ નો વિશ્વાસ એવો ૩૫૧ સળગતા દિવા ઓ માથા ઉપર લઇને બાળાઓએ માતાજીની મહાઆરતી ઉતારી હતી. જેમાં હજારો લોકોએ બાળાઓને બિરદાવી હતી સાથેજ નાના બાળકો દ્વારા સુંદર મજાની સંગીતમય કળતિ ૅમાતા જાનકીનો ધરતી માં સમાવેશૅ રજૂ કરવામાં આવેલ જેણે પણ લોકોએ વધાવી લીધેલ હતો.(તસ્‍વીર-અહેવાલ : અતુલ ચગ મોટી પાનેલી)

(11:35 am IST)