Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરેન્‍દ્રનગર મહેતા માર્કેટમાં બિરાજમાન તોપવાળા મેલડી માનો આજે માંડવો

વઢવાણ તા. ૫ : સુરેન્‍દ્રનગર શહેરના મહેતા માર્કેટમાં બિરાજમાન અને જ્‍યાં સેવા અર્ચના ના કાર્યો થઈ રહ્યા છે તેવા ટોપ વાળા મેલડી માં આજે જ્‍યારે દશેરાનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્‍યારે આજે તો પ વાળા મેલડીમાના સાનિધ્‍યમાં ટોપ વાળા મેલડી માં નો નવરંગો માંડવાનું ભવ્‍ય આયોજન ધરવામાં આવ્‍યું છે ત્‍યારે આજે બુધવાર દશેરાના શુભ દિવસે માંડવાનું ભવ્‍ય આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે જ્‍યારે આજે માંડવો સવારના ૮:૩૦ વાગે સ્‍થાપિત કરવામાં આવ્‍યો જ્‍યારે રાત્રિના નવ વાગ્‍યે ડાક ડમરૂ નો ભવ્‍ય કાર્યક્રમ જેમાં કલાકાર નારાયણભાઈ રાવળદેવ ગ્રુપ તેમજ મુકેશભાઇ બારોટ દ્વારા ભાવિકોને ડાક ડમરૂ ના કાર્યક્રમમાં રંગત જમાવશે તેમજ આવતીકાલે ગુરુવારે માંડવો વધાવવાનું ભવ્‍ય આયોજન સાતો સાત બપોરના મહા-સાદનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે તમામ કાર્યક્રમનું સંચાલન ચોકવાળી મેલડીમાના સેવક દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હોવાનું હાલમાં જાણવા માળ્‍યું છે.

(3:02 pm IST)