Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સોમનાથ ટ્રસ્‍ટ અતિથિગૃહ વેબસાઇટનો દુરોપયોગ નાણા પોતાના એકાઉન્‍ટમાં જમા કરાવી છેતરપીંડી : સોમનાથ ટ્રસ્‍ટે પોલીસ ફરિયાદ નોંધાવી

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા)પ્રભાસ પાટણ, તા. ૫ : સુપ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિર હસ્‍તકના અતિતિગૃહોમાં આવાસ બુકીંગ માટે ટ્રસ્‍ટની સત્તાવાર વેબસાઇટનો દૂર પયોગ કરી જે નાણા પોતાના અંગત એકાઉન્‍ટમાં જમા કરાવી રૂપિયા ૨૪,૧૯૫ની છેતરપીંડી આચર્યાની બે શખ્‍સો સામે સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

આ ઘટના ત્‍યારે બહાર આવી કે વિસાવદરના પ્રવાસીએ સોમનાથ મહેશ્વરી  ગેસ્‍ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જે પૈસા મોકલ્‍યા હતા. એ પૈસા અન્‍યે પોતાના બેંક ખાતામાં સેરવી લીધા હતા. પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ અને આઇ.ટી.એકટ ૬૬ (સી) ૬૬ (ડી) હેઠળ પ્રભાસ પાટણ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ ઇન્‍સ. આર.એ. ભોજાણી કરી રહ્યા છે.

(11:38 am IST)