Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દારૂ પીધા બાદ શેરીઓમાં પાર્ક કેરલ વાહનો ચોરી જનાર આરોપી સૂરજકરાડીનો શખ્‍સ ઝડપાયો

૧૫ વર્ષમાં પોરબંદર, ભાવનગર, ઓખા, ખંભાળીયા, મેઘરપરમાં આચરેલા ૧૫'ગુન્‍હાની કબૂલાત : વેરાવળ પોલીસને મળેલ

(ભાસ્‍કરભાઇ વૈદ્ય) ગીર સોમનાથ,તા.૫ : ‘‘E-FIR ઉપરથી FIR નોંધી EGUJCOP તથા સીસીટીવી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી  છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા, ખંભાળીયા તથા મેઘપર જેવા શહેરોમાંથી મોટર સાયકલ ચોરીના આશરે દશેક ગુનાઓ તથા પ્રોહીબિશનના આશરે પાંચ જેટલા ગુન્‍હાઓ આચરનાર રીઢા ગુનેગારને ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીના બે ગુન્‍હાઓ   વેરાવળ સીટી પોલીસ''

મોહમદ તોહીતભાઇ સુલેમાનભાઇ ભાદરકા રહે.-.પાટણ વાળાની મો.સા.લીવો  GJ-32-C-6070  કિ.રૂા. ૨૫,૦૦૦/- નું ગઇ તા.૨૨/૦૯/૨૦૨૨ કલાક સવારના ૦૪/૦૦ થી  તા.૨૨/૦૯/૨૦૨૨  દરમ્‍યાન વેરાવળ રેલ્‍વે સ્‍ટેશન સામે મંમાઇ ડેરી પાસેથી ચોરી થયા અંગેની નોંધાયેલ જેની તપાસ ર્ંએ.એસ.આઇ.  વિપુલભાઇ રાઠોડને સોંપવામાં આવેલ અને તેઓએ બનાવ બાબતે યોગ્‍ય તપાસ કરતા મો.સા. ચોરી થયા અંગેની હકીકત જણાય આવેલ

 છબીલાલ દલબહાદુર રોકાક્ષેત્રી રહે.-.પાટણ વાળાનો ઓપ્‍પો કંપનીનો એ-૧૬ મોડેલનો મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/- વાળો મોબાઇલ તા.૦૨/૧૦/૨૦૨૨ના  વખારીયા બજારમાં કોઇ અજાણ્‍યા ચોર ઇસમે અંધારાનો લાભ લઇ નજર ચુકવીને ફરિ.ના શર્ટના ઉપરના ખીસ્‍સામાંથી ફરિ.નો મોબાઇલ સેરવી લઇ ચોરી થયા અંગેની E-FIR કરેલ હોય

સદરહુ ગુન્‍હાઓની ગંભીરતાને ધ્‍યાને લઇ જુનાગઢ રેન્‍જ ઇન્‍ચાર્જ ડી.આઇ.જી.પી.  નિલેશ જાંજડીયા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક  વી.આર.ખેંગારનાઓ તરફથી આવા ચોરીના ગુન્‍હાઓ આચરનાર ઇસમોને પકડી પાડી આવા બનાવો બનતા અટકાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાણીનાઓએ સર્વેલન્‍સ સ્‍ટાફના PSI એ.સી.સિંધવ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો ફાળવી અલગ અલગ ટીમોની રચના કરી ઉપરોક્‍ત ગુન્‍હાના મુદામાલ તથા અજાણ્‍યા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ અને ઇણાજ ખાતેના નત્રેમ સીસીટીવી ના ફુટેજ આધારે ઝીણવટભરી રીતે અભ્‍યાસ કરી સદરહુ બન્ને ગુનાના મુદામાલ તથા અજાણ્‍યા આરોપીને પકડી પાડવા સારૂ સર્વેલન્‍સ સ્‍ટાફના PSI એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. વિપુલભાઇ રામસીંગભાઇ તથા દેવદાનભાઇ માણંદભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્‍સ. મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્‍સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ તથા જયેશભાઇ બાલુભાઇ તથા નદીમભાઇ શેરમહમદભાઇએ રીતેના  વેરાવળ પાટણ દરવાજા ખાતે વોચ/તપાસ વાહન ચેકીંગમાં હતા દરમ્‍યાન પો. કોન્‍સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાર્ઇંને  હકીકત આધારે એક ઇસમ નંબર પ્‍લેટ વગરનુ મો.સા. ચલાવી નીકળતા મજકુર પાસે રહેલ મો.સા. જોતા હોન્‍ડા કંપનીનું કાળા કલરનું લાલ પટાવાળું લીવો હોય જેના આગળ પાછળની નંબર પ્‍લેટ જોવામાં આવેલ નહી જેથી મજકુર ઇસમની કબ્‍જા હવાલાની મો.સા.ના માલિકી બાબતેના આધાર પુરાવા નહી હોવાથી મો.સા.ના એન્‍જીન નંબર જોતા JC71ET0152469ના જોવામાં આવેલ જે એન્‍જીન નંબર ઇગુજકોપ મારફતે ઓનલાઇન ચેક કરતા સદરહુ મો.સા. આ કામના ફરિયાદી  મોહમદ તોહીતભાઇ સુલેમાનભાઇ ભાદરકાના નામે હોય  અને મજકુરની અંગ ઝડતીમાંથી સ્‍કાય બ્‍લુ કલરનો ઓપ્‍પો કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ પણ તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રીના વેરાવળ વખારીયા બજારમાંથી અજાણ્‍યા માણસના ખીસ્‍સામાં ચોરી કરેલની હકીકત જણાવતા મજકુર આરોપી- ગોદળભાઇ સનાભાઇ લધા રહે.મીઠાપુર, સુરજકાળી ઉધ્‍યોગનગર, રામદેવપીરના મંદિરની બાજુમાં, તા.જી.દેવભુમી વાળાને  પકડી પાડી બન્ને ગુનાના કામે અટક કરવા તજવીજ હાથ ધરેલ છે. અને આરોપીની પુછપરછ દરમ્‍યાન હકીકત બહાર આવેલ છે કે આરોપીએ છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા, ખંભાળીયા તથા મેઘપર જેવા શહેરોમાંથી મોટર સાયકલ ચોરીના આશરે દશેક ગુનાઓ તથા પ્રોહીબિશનના આશરે પાંચ જેટલા ગુન્‍હાઓ આચરેલ ની કબુલાત આપેલ છે.

 આરોપી દારૂ પીવાની ટેવ વાળા હોય જેથી દારૂ પી ગયા બાદ શેરીઓમાં પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કરવાની ટેવ ધરાવે છે.

  વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પો. ઇન્‍સ.   એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્‍ટે.ના PSI   એ.સી.સિંધવ તથા ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ખ્‍લ્‍ત્‍ મેરામણભાઇ બિજલભાઇ તથા ણ્‍ઘ્‍ મયુરભાઇ વાજા તથા PC પ્રદિપસિંહ ખેર તથા PC કમલેશભાઇ ચાવડા તથા PC અશોકભાઇ મોરી તથા PC પ્રવિણભાઇ બાંભણીયા તથા ભ્‍ઘ્‍ રોહીતભાઇ ઝાલા તથા PC જયેશભાઇ ચાવડા PC નદીમભાઇ બ્‍લોચ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા. 

(11:38 am IST)