Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી ફરી એકવાર ‘તું જા, હું આવું છું' નો દોર ચાલુ થશે ?

રાજકોટ,તા. ૫ : વિધાનસભા ચૂંટણી પહેલા એક વખત ‘તું જા, હું આવું છું'નો દોર શરૂ થવાની ચર્ચા વહેતી થઇ છે.

વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયાએ ધારાસભ્‍યપદેથી રાજીનામું આપી દીધા બાદ રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

હવે પછી ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્‍ય લલિતભાઇ વસોયા શું નિર્ણય લે છે. તેના ઉપર સૌની નજર છે. આ અગાઉ લલિતભાઇ ભાજપમાં જોડાઇ રહ્યા  હોવાની અટકળો અનેક વખત વહેતી થઇ છે.

જો કે ભાજપ પાસે આ વિસ્‍તારમાં કોઇ ખાસ આગેવાન ન હોવાની ચર્ચાઓ વહેતી થઇ હોવાથી છેલ્લી ઘડીએ લલિતભાઇ વસોયાએ ભાજપનો ખેસ પહેરાવે તેવી શકયતા છે. આવી જ રીતે જામનગર જીલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્‍ય ચિરાગ કાલરીયા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યાની ચર્ચાએ જોર પકડાયું છે.

(2:58 pm IST)