Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પ્રભાસપાટણમાં ઘરમાં ઘૂસી ચાકુ બતાવી મહિલાઓ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી જનાર તુર્ત જ ઝડપાઇ ગયો

પ્રભાસ પાટણ,તા. ૫ : ગઇ કાલે ગુન્‍હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પ્રભાસ પાટણ પો.ઇન્‍સ. આર.એ.ભોજાણીની સુચના મુજબ પો.સબ.ઇન્‍સ. એસ.એચ.ભુવા તથા સર્વેલન્‍સ સ્‍કોડના પો.હેડ કોન્‍સ. કુલદિપસિંહ જયસિંહ, કનકસિંહ નાનનુભાઇ તથા પો.કોન્‍સ. કૈલાશસિંહ જેસાભાઇ, પિયુષભાઇ કાનાભાઇ, ઇમ્‍તીયાઝભાઇ ભીખુભાઇ, તુષારભાઇ હરીઓમભાઇ, સુભાષભાઇ માંડાભાઇ તથા કૃષ્‍ણકુમારસિંહ કર્ણસિંહએ રીતના પો.સ્‍ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદમાં દર્શાવેલ વર્ણનવાળો ઇસમ જેણે બ્‍લેક કલરનું શર્ટ તથા બ્‍લ્‍યુ કલરનું પેન્‍ટ પહેરેલ છે. જેની તપાસ કરવા સારૂ અલગ-અલગ જગ્‍યાના સી.સી.ટી.વી. કેમેરાઓ ચકાસણી તથા ઉપરોકત વર્ણનવાળા ઇસમની વોચ તપાસમાં હોય.

દરમિયાન જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી ઉપરોકત વર્ણનવાળો ઇસમ ચાલીને આવતો હોય જેના ઉપર શક પડતા રોકાવતા જે નાસવા ભાગવા લાગતા જેને પકડી પાડી પુછપરછ કરતા આદિલ અયુબભાઇ હુસેનભાઇ ચૌહાણ પટણી (ઉવ.૨૨) ધંધો પ્રાઇવેટ નોકરી રહે. વેરાવઇ સાહિગ્રા કોલોની મદિના મસ્‍જીદની પાછળ વાળો હોવાનું જણાવેલ તથા મજકુર ઇસમની અંગ ઝડપી દરમિયાન બે મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલની સરખામણી ફરિયાદમાં ગયેલ મોબાઇલ સાથે કરતા તે જ હોય જેથી પ્ર.પાટણ, જી.આઇ.ડી.સી. ગુડલકલની સામે, ટાગોર સ્‍કુલની  બાજુમાં સાબુ વાળી શેરીમાં આવેલ રહેણાંક મકાન જેમાં પ્રવેશી ધારદાર ચાકુ બતાવી બે મહિલાઓ પાસેથી ઝુંટવી તથા બંનેને ધારદાર ચાકુથી બિવડાવી પહેરેલ કપડાઓ ઉતારવા મજબુર કરી કપડા ઉતરાવી ઝુંટવેલ હોવાનું કબુલ કરતો હોય જેથી આરોપી ધોરણસર અટક કરેલ છે અને અનડીટેક ગુન્‍હો ડીટેક કરેલ છે.

(11:41 am IST)