Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મોરબીના લખધીરવાસ ચોકમાં બંગાળી પરિવાર દ્વારા દુર્ર્ર્ગા પૂજા

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૫ :  લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી વિજયા દશમી સુધી દુર્ગાપૂજા કમિટી દ્વારા છેલ્લા સાત વર્ષથી દુર્ગાપૂજા મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યું છે અને ચાલુ વર્ષે પણ દુર્ગાપૂજા પંડાલમાં પ્રતિદિનમાં દુર્ગાની પૂજા કરવામાં આવી રહી છે

 જેમાં મુખ્‍ય કમિટી મેમ્‍બર્સ પ્રદીપ કુંડુ, રામ મોન્‍ડાલ, મોહિતભાઈ રાવલ, સંજીત મોન્‍ડાલ, રાજુ પ્રમાણિક, વાસુદેવ અધિકારી, ચંચલ બેરા, સંજય દોલુઈ દ્વારા દુર્ગાપૂજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે દુર્ગાપૂજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો મહી પરંતુ તમામ જન સમુદાયને સાથે ચાલીને ઉજવવામાં આવે છે દુર્ગાપૂજા ઉત્‍સવને યુનેસ્‍કો દ્વારા હેરીટેજ ફેસ્‍ટીવલમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે

 આમ દુર્ગાપૂજા દેશ નહિ પરંતુ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે પાંચ દિવસ ચાલતા ઉત્‍સવમાં સ્‍થાપના, સરસ્‍વતી પૂજા, દુર્ગાષ્ટમી, હવન, પુષ્‍પાંજલિ, લક્ષ્મી પૂજા, મહા આરતી અને ઢોલ તેમજ સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે અને વિજયા દશમીના દિવસે દુર્ગાપૂજાનું ભવ્‍ય વિસર્જન કરવામાં આવશે

 દુર્ગાપૂજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્‍વામી, જ્ઞાનના દેવી સરસ્‍વતી, સંપતી અને એશ્વર્યના દેવી લક્ષ્મી અને મહીસાસુર મર્દનીના દુર્ગાનું પૂજન, અર્ચન, આરતી અને સ્‍તુતિ કરવામાં આવે છે.

(11:41 am IST)