Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજીઃ જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક -એક વર્ષની સજા

ધોરાજી, તા.૫: ધોરાજી કોર્ટ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા  ફટકારી છે.

આ અંગે જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજીના વેપારી પ્રફુલભાઈ મગનભાઈએ પાટણવાવના ભુરાભાઈ કાળાભાઈને ધંધામાં નાણાકીય જરૃરીયાત ઉભી થતા મિત્રતાના નાતે રકમ રૃા.૧૯,૦૦,૦૦૦  હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે રકમ રૃા.૯,૫૦,૦૦૦/નો ચેક તથા રકમ રૃા.૯,૫૦,૦૦૦/- અંકે રૃપિયા નવ લાખ પચાસ હજાર પુરાનો ચેક એમ બંને ચેકો સહી કરી લખી આપેલા જે ચેકો બેંકમાં જમા કરાવતા ચેકો અપુરતા ભંડોળના કારણે રિર્ટન થતા ફરીયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ઘી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ-૧૩૮ મુજબ નોટીસ આપવા છતા આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટેમાં ધારાશાસ્ત્રી પાર્થ બી.ઠેસીયા મારફત બંને ચેકોની અલગ અલગ ફરીયાદ દાખલ  દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીના એડિશનલ ચીફ.જયુડી. મેજીસ્ટેટ  દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબ ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને બંને કેસોમાં એક વર્ષની સજા તથા બંને કેસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ચુકવા તથા વળતરની રકમ ન ચુકવેતો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

(11:43 am IST)