Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જુનાગઢના યુવાનની હત્‍યા સબબ ભાજપના કોર્પોરેટરના પુત્રના રીમાન્‍ડ માટે તજવીજ

ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપીને થાણાપીપળીથી ઝડપી લીધો

(વિનુ જોશી) જુનાગઢ, તા., પઃ જુનાગઢના જયેશ પાતર નામના યુવાનની હત્‍યા સબબ પોલીસ ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીને રીમાન્‍ડ ઉપર મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

આંબેડકરનગરમાં રહેતા અનુસુચીત જાતી યુવાન જયેશ ઉગાભાઇ પાતર નામના ર૬ વર્ષીય નામના યુવકની તેના જ ઘરમાં હત્‍યા કરીને કોર્પોરેટરના પુત્ર હરેશ જીવાભાઇ સોલંકી નાસી ગયો હતો.

સોમવારની મોડી રાત્રીના હત્‍યાની ઘટનાને પગલે નાસી ગયેલા હરેશ સોલંકીને ઝડપી લેવા ડીઆઇજી નિલેશ જાજડીયાની સુચનાથી એસપી રવી તેજા વાસમ શેઠીના  માર્ગદર્શનમાં ઇન્‍ચાર્જ ડીવાયએસપી આર.વી.ડામોરના નેતૃત્‍વમાં પોલીસની અલગ-અલગ ટીમોને રવાના કરવામાં આવેલ.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.આઇ.ભાટી એ ડીવીઝનના પીઆઇ એમ.એમ.વાઢેર, એલસીબીના પીએસઆઇ જે.જે.ગઢવી, એ ડીવીઝનના એ.કે.પરમાર, સી ડીવીઝનના જે.એમ.વાળા તેમજ પ્રકાશભાઇ ડાભી, દિપકભાઇ બડવા, દિવ્‍યેશ ડાભી, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, સરતાજ સાંધ, એમ.ડી.મડમ, એમ.યુ.અબડા, એસ.એ.કારેથા, રામભાઇ, ખીમાણંદભાઇ તેમજ કલ્‍પેશભાઇ વગેરે તપાસમાં હતા.

ત્‍યારે આરોપી હરેશ  જીવા વંથલીના થાણાપીપળી  ગામે હોવાની બાતમી મળતા પોલીસે હરેશને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ એ ડીવીઝનના હવાલે કરી દીધો હતો. એસપી રવી તેજા વાસમ શેટ્ટીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે મૃતક જયેશ પાતર અને આરોપી હરેશ સોલંકી મિત્રો હતા બંને ગરબી જોવા ભેગા થયેલ અને જયેશના ઘરે બેઠા હતા.

ત્‍યારે જયેશે ગાળો કાઢતા હરેશે ઉશ્‍કેરાઇ જઇને છરી વડે હુમલો કરી જયેશ સોલંકીની હત્‍યા કરી હતી.

દરમ્‍યાન યુવાનની હત્‍યામાં અન્‍ય કોઇ સંડોવાયેલ છે કે કેમ વગેરે તપાસ પુછપરછ માટે તપાસનીસ પીઆઇ વાઢેરે હરેશ સોલંકીને રીમાન્‍ડ ઉપર મેળવવા ચક્રો ગતીમાન કર્યા છે.

આ કામગીરી જુનાગઢ રેન્‍જના નાયબ  પોલીસ મહાનીરીક્ષક નિલેષ જાજડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ વિભાગ જુનાગઢના ઇન્‍ચા. નાયબ પોલીસ અધિક્ષક આર.વી.ડામોરના માર્ગદર્શન બ્રાન્‍ચ જુનાગઢના પો.ઇન્‍સ. શ્રી એચ.આઇ.ભાટી એ ડીવીઝન પો.સ્‍ટે. પોલીસ ઇન્‍સ. એમ.એમ. વાઢેર તથા ક્રાઇમ બ્રન્‍ચના પો.સ.ઇ. જે.જે.ગઢવી  સી ડીવીઝન  પો.સ્‍ટે.ના પો.સ.ઇ. જે.એમ.વાળા  તથા એ ડીવી. પો.સ્‍ટે.ના પો.સ.ઇ. શ્રી એ.કે.પરમાર  કઇમ બ્રાન્‍ચ જુનાગઢના પો.હેડ  કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, દિવ્‍યેશભાઇ ડાભી તથા સી ડીવીઝન પો.સ્‍ટે. ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સીસોદીયા તથા એ ડીવી.પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા એમ.ડી.માડમ તથા પો.હેડ કોન્‍સ. એમ.યુ.અબડ તથા એસ.એ.કરેથા પો.કોન્‍સ. રામભાઇ રૂડાભાઇ તથા ખીમાણંદભાઇ કાનાભાઇ તથા કલ્‍પેશ ગેલાભાઇ વિગેરે પો.સ્‍ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:43 am IST)