Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધોરાજી હિન્‍દુ યુવક સંઘ દ્વારા અર્વાચીન રાસોત્‍સવ યોજાયો

ધોરાજીઃ ધોરાજીના ભગવતસિંહજી બાપુના બાવલા ચોક ખાતે હિન્‍દુ યુવક સંઘ દ્વારા આયોજિત અર્વાચીન રસોત્‍સવ ૫ દિવસીય યોજાયો હતો

આ સમયે ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજીના જાણીતા ડોક્‍ટર હાર્દિક સંઘાણી શહેર ભાજપના ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા વિમલભાઈ સોંદરવા વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આયોજક હિન્‍દુ યુવક સંઘના પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન હરકિશનભાઇ માવાણી તેમજ કે.પી.માવાણી ભોલાભાઈ માવાણી અશ્વિનભાઈ વઘાસિયા નીતિનભાઈ જાગાણી અનિલભાઈ વાડીલાલ આઈસ્‍ક્રીમ પ્રફુલભાઈ વઘાસિયા કિશોરભાઈ રાજપુત વિગેરે ટીમ દ્રારા પ્રતિવર્ષ બાપુના ભાવલા ચોક  ખાતે અર્વાચીન રાસોત્‍સવનું આયોજન કરવામાં આવે છે.

આયોજક હરકિશન ભાઈ માવાણીએ જણાવેલ કે નવરાત્રિના છેલ્લાં પાંચ દિવસ સુધી ચાલતા રાસોત્‍સવ મા જાહેર જનતા માટે કોઈ ફી લેવામા આવતી નથી.

આજે સાંજે બુધવારના રોજ વિજયાદશમીના રાત્રિના આઠ કલાકે દશેરાપ્રના દિવસે રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે જેમાં ૨૫ ફૂટ ઊંચા રાવણ સાંજે ૬:૦૦ વાગે જાહેર બાપુના બાવલા ચોક ખાતે રાખવામાં આવશે બાદ રાજ્‍યના પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા ના વરદ હસ્‍તે રાવણ દહન કરવામાં આવશે આ પ્રસંગે ભારે ફટાકડા ની આદર્શ બાજી સાથે રાવણ દહન કરવામાં આવશે રાવણ દહન કાર્યક્રમને નિહાળવા માટે ધોરાજી ના લોકો મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડશે. ધોરાજીના સૌથી મોટા હિન્‍દુ યુવક સંગ દ્વારા રસોત્‍સવમાં દરરોજ પ્રિન્‍સ અને પ્રિન્‍સેસ ને મોમેન્‍ટો આપીને સન્‍માન કરવામાં આવતું હતું.(તસ્‍વીરઃ કિશોર રાઠોડઃ ધોરાજી)

(1:22 pm IST)