Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જૂનાગઢના ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા શુક્રવારથી સતત ત્રણ દિવસ તેમના નિવાસ સ્‍થાને ૨૫૦ પ્રાચીન ગરબી મંડળની ૨૦,૦૦૦થી વધુ બાળાઓને ભાવથી જમાડશે

છેલ્લા વીસ વર્ષથી ગિરીશભાઇ કોટેચા દ્વારા આ સેવાયજ્ઞ શરૂ કરાયો છે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૫ : જૂનાગઢના ડેપ્‍યુટી મેયર અને અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર  સેનાના સુપ્રીમો ગીરીશભાઇ કોટેચા અને તેમના ધર્મપત્‍નિ ગીતાબેન કોટેચા પરિવાર દ્વારા આગામી તા. ૭ને શુક્રવારથી તા. ૯ ઓકટોબર સુધી સતત ત્રણ દિવસ સુધી ગિરનાર રોડ સ્‍થિત ગિરીરાજ વિલા બંગલો તેમના નિવાસ સ્‍થાને બાળાઓને ભાવથી ભોજન કરાવશે.

ગિરીશભાઇ કોટેચાએ જણાવ્‍યુ હતુ કે છેલ્લા વીસ વર્ષથી તેમના દ્વારા આ સેવાયજ્ઞ ચલાવાય છે.

જેમાં દર વર્ષે જૂનાગઢ અને નજીકના ગામની ૨૫૦ ગરબી મંડળની ૨૦,૦૦૦થી વધુ બાળઅઓને સાક્ષાત જગદંબાનું સ્‍વરૂપ સમજીને ખૂબ જ ભાવપૂર્વક સાંજે ૫ કલાકે તેમના નિવાસ સ્‍થાને જમાડવામાં આવશે.

ગિરીશભાઇ કોટેચાએ વધુમાં જણાવેલ કે આ બાળઓને લાવવા માટે બસોની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ સેવાકીય યજ્ઞમાં ગિરીશભાઇ કોટેચા તેમના ધર્મપત્‍નિ ગીતાબેન કોટેચા પુત્ર પાર્થ કોટેચા અને પુત્રવધુ પણ સહભાગી થઇ રહ્યા છે.

(1:25 pm IST)