Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગર જેલમાંથી બે વર્ષથી પેરોલ ઉપર ફરાર આરોપીને માંગરોળના શેખપુર ગામેથી પકડી પાડતી જુનાગઢ પેરોલ ફર્લોસ્કોડ

જુનાગઢ, તા. પ :  પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરેની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી ઓને પકડવા સારૂ સમગ્રરાજ્ય મા વધુ મા વધુ આરોપી ઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ ઇન્ચા.રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધીક્ષક   રવીતેજા વાસમશેટ્ટી   ની સુચના તથા માર્ગદર્શન  હેઠળ જીલ્લા મા  વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હા ના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ     ઍચ.આઇ.ભાટી  ના માર્ગદર્શન  મુજબ  પેરોલ ફર્લૉસ્કોડ ના ઍ ઍસ આઈ પ્રદીપભાઈ ગોહેલ ઍ ઍસ આઈ ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો કોન્સ દિનેશભાઇ છૈયા પો કોન્સ જયેશ ભાઈ બાંભણીયા ઍ રીતે નાઓની ટીમ દ્વારા  જામનગર   જેલ માંથી પેરોલ રજા મેળવી ફરાર આરોપી  ઘ્ય્ભ્ઘ્ ૧૨૫ પાકા કામના કેદી આદમ ઈબ્રાહીમ ખેબર ઉ.વ.૬૦ રે.શેખપુર તા.માંગરોળ ૩૦/૧૨/૨૦ ના રોજ  મુદત પુરી થયે  જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હોય  તે માંગરોળ ના શેખપુર ગામે છે તેવી હકીકત મળતા  વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્યાથી મળી આવતા હસ્તગત કરી જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(3:08 pm IST)