Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કાલથી જુનાગઢ ઉપાલાદાતાર મહાપર્વ ઉર્ષનો પ્રારંભ

રાત્રીના દાતારબાપુના અલભ્ય આભુષણોની ચંદનવિધી રવિવારે પુર્ણાહુતીઃ પુ.ભીમબાપુના સાનિધ્યમાં તડામાર તૈયારી

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા. પ : કોમી ઍકતાના પ્રતિકઍવા જુનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે તા.૬ને ગુરૂવારથી ઉપલા દાતારબાપુનુ મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થનાર છે. જેમાં ગુરૂવારે રાત્રીના પુ.દાતારબાપુના અલભ્ય આભુષણોની ચંદનવિધી કરવામાં આવશે. વર્ષમાં ઍકવાર દાતારબાપુના આ આભુષણોને ગુફામાંથી બહાર કાઢી ગંગાજળ ગુલાબજળથી સ્નાન કરાવીતેના પણ ચંદન લગાવવામાં આવે છે. ત્યારે દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તા.૭ને શુક્રવારે આરામનો દિવસ અને તા.૮ને શનિવારે રાત્રે મહેદી દીપમાળામાં દાતારની ટેકરી દિપમાળાથી ઝળહળી ઉઠશે અને તા.૯ને રવિવારના રોજ ધુપ લોબાન  સાથે આ ચારદિવસીય મહાપર્વ ઉર્ષની પુર્ણાહુતી થશે.આ ચાર દિવસીય ઉર્ષ દરમિયાન ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા મહંત પુ. ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુઍ જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

(1:42 pm IST)