Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગરનાં ધ્રાંગડાની સીમમાં પતિઍ ઍકલા ઍકટાણું કરી લેતા પત્નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામની સીમ ભીમજીભાઈ ભવાનભાઈ જીવાણીની વાડીમાં રહેતા થાનસીંગ કુવરસીંગ પસાવા, ઉ.વ.રર ઍ પંચકોશી ભઍભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧૦ર૦રરના જાહેર કરનાર થાનસીંગ તથા તેની મરણજનાર પત્નિ લક્ષ્મીબેન થાનસીંગ કુવરસીંગ પસાવા, ઉ.વ.ર૧ બંન્ને ખેતરમાં કામ કરતા હતા અને બપોરે ઉપવાસનું ઍકટાણું કરવા મરણજનાર લક્ષ્મીબેને ફરાળ બનાવેલ હોય અને તે ફરાળ કરનાર થાનસીંગે ઍકલા ફરાળ કરી લીધેલ હોય અને તેમની પત્ની લક્ષ્મીબેન ઍ તેમને કહેલ કે તમો ઍકલાઍ ફરાળ કરી લીધેલ અને મને તમોઍ ફરાળનું કે પાણી પીવાનું પણ પુછેલ નથી તેવું જણાવી મરણજનાર લક્ષ્મીબેન તેના પતિ થાનસીંગ ઉપર ગુસ્સે થયેલ હતી અને બપોર બાદ તેમની જાહેરનાર થાનસીંગની પત્ની મરણજનાર લક્ષ્મીબેન તેમની સાથે વાતચીત પણ કરેલ નહીં જે બાબતે મરણજનારને લક્ષ્મીબેનને મનમાં લાગી આવતા આજરોજ પોતાની જાતે ઝાડની ડાળીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેને સારવારમાં ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટર સાહેબે લક્ષ્મીબેનને તપાસીને મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

ખંભાલીડા ગામેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ ઝડપાઈ : આરોપી ફરાર

પંચકોશી ઍ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ઍ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાલીડા ગામે મોટો વાસ જુના પાણીના ટાકા સામે આરોપી રવીરાજસિંહ નિરૂભા જાડેજા ઍ પોતાના કબ્જા ભોગવટાના વાડામાં વિદેશી દારૂની બોટલ નંગ, કિંમત રૂ.૩પ૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રવીરાજસિંહ નિરૂભા જાડેજા  ફરાર થઈ ગયેલ છે  આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શોર્ટ લાગતા યુવાનનું મોત

અહીં સાધના કોલોની ઍમ૧૭, ફલેટ નં.ર૬૯૭, રણજીતસાગર રોડ પર રહેતા નિતીનભાઈ હિરાલાલ ભુવા, ઉ.વ.૬પ ઍ સીટી ઍ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર જયભાઈ નિતીનભાઈ ભુવા, ઉ.વ.રર ને પોતાના ધાબા ઉપર જાહેરાતનું બોર્ડ ઉતારતા ઈલેકટ્રીક થાંભલાનો હાઈ વોલ્ટેજ તાર અડી જતા શોક લાગતા મરણ ગયેલ છે.

બીમારી સબબ વૃઘ્ધનું

સારવાર દરમ્યાન મોત

 અહીં આર્શીવાદ ઍવન્યુ શેરી નં.૪, રણજીતસાગર રોડ પર રહેતા ભરતભાઈ કરશનભાઈ વિરડીયા, ઉ.વ.૪૬ ઍ સીટી ભઍભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કરશનભાઈ જેરામભાઈ વિરડીયા, ઉ.વ.૭૬ ને પોતાના ઘરે હાજર હોય ત્યારે તબીયત ખરાબ થઈ જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

(3:07 pm IST)