Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભાવનગરમાં સાંજે હળવો વરસાદ: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ

શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :લાંબા સમયના વિરામ બાદ આજે સાંજે ભાવનગર શહેરમાં વરસાદ પડ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે સાંજે વરસાદી માહોલ બંધાયો હતો અને શહેરમાં એક મી.મી.વરસાદ પડી ગયો હતો.
શહેરમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો. આજે સાંજે ફરી વરસાદી માહોલ ઉભો થયો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો . જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયુ છે .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49% અને પવનની ઝડપ 18 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી .આજે ભાવનગર શહેરમાં 1 મી.મી .વરસાદ નોંધાયો છે.

 

(6:38 pm IST)