Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

"૮૭-વિસાવદર વિધાનસભાને અનુલક્ષી પરિવર્તન સંકલ્પ મીટીંગ: માં ખોડલ” ને સાક્ષીએ ૮૭-વિસાવદર વિધાનસભાને જંગી બહુમતિથી જીતાડવા આગેવાનોનું એક સુરે હૂંકાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર ની સુચનાથી ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારની મીટીંગ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવને પ્રભારી હીરાભાઈ જોટવાના અઘ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં ૮૯-માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, ૮૬-જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, જીલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા હમીરભાઈ ધૂળા, ભેસાર વિસ્તારના અનુ.જાતિના પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ આલા, વિસાવદરના વરિષ્ઠ કોંગ્રેસી કિર્તીભાઇ કામદાર હાજર રહ્યા હતા

 આ મીટીંગમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમિપરા અને કેંકાણ તાલુકા કોંગ્રેસ સમિતીના નવનિત પ્રમુખ નીતીનભાઈ રાણપરીયાને હારતોરા વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ૮૭-વિસાવદર વિધાનસભાના કુલ-ક દાવેદારો વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયા, ભેંસાણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ ત્રાપસિયા અને ભરતભાઈ વીરડીયાએ "માં ખોડલ" ને સાક્ષી માની વિસાવદર સીટ પર ત્રણેય માંગણીદારોએ એક થય જે કોઈ પણ ઉમેદવાર બને તેને જીતાડવા સંકલ્પ કરેલ હતો. તેમજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારી હીરાભાઇ જોટવા, ધારાસભ્ય બાબભાઇ વાજા, ભીખાભાઇ જોષી, હમીરભાઇ ધુળા વિપક્ષનેતા જી.પં., જુનાગઢ, શકીલભાઇ મુન્શી, જીલ્લા માઇનોરીટી પ્રમુખ, અમીતભાઇ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ, જુનાગઢ, ચંદ્રીકાબેન કે. વાડોદરીયા સદસ્ય જી.પંજુનાગઢ, મહેન્દ્રભાઇ નાગ્રેચા, પુર્વ સરપંચ, બિલખા, અરવિંદભાઇ લાડાણી જીલ્લા ઉપપ્રમુખ, જુનાગઢ કોંગ્રેસ સમિતી, કિન્નુરભાઇ હદવાણી Pee અગ્રણી, મનોજભાઇ રાવલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ, વાસવાણીભાઇ સિંધી સમાજ જુનાગઢના અગ્રણી, હિતેષભાઇ બોઘરા યુવા કોંગ્રેસ અગ્રણી બિલખા વિગેરે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી અને ભેંસાણ, વિસાવદર અને જુનાગઢ તાલુકા કોંગ્રેમ સમિતીના પ્રમુખઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેલ અને જીલ્લાની પાંચે-પાંચ વિધાનસભાઓ કોંગ્રેસ પક્ષના ફાળે જંગે લીડથી આવે તેવું સંકલ્પ કરેલ.

 

(7:11 pm IST)