Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગરમાં પ્રણામી સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો :સિંધી સમાજ દ્વારા પરંપરાગત રાવણ દહન કાર્યક્રમ સંપન્ન

આ પ્રસંગે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા

જામનગરમાં પ્રણામી સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો યોજાયો હતો. વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રાવણ દહન કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રસંગે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ ના કાર્યક્રમને લઈને આ વર્ષે પ્રદર્શન મેદાન ના બદલે પ્રણામીના ગ્રાઉન્ડમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું જામનગરમાં સિંધી સમાજ દ્વારા જામનગરમાં 70 વર્ષથી રાવણ દહનની પરંપરા જાળવી રાખવામાં આવી છે. ત્યારે  જામનગરમાં આ વર્ષે પણ રંગે ચંગે જય શ્રી રામ અને સત્યમેવ જયતે ના નારા સાથે રંગે ચંગે રાવણ દહન કરાયું હતું. ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(9:19 pm IST)