Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગર જી યુ વી એન એલ પોલીસ સ્ટેશન ને વીજ ચોરી નાં "રજિસ્ટન્સ સર્કિટ" સ્માર્ટ વીજ ચોરી નાં કેસો માં સ્માર્ટ ચોરી કરાવનાર અને મળતીયાઓ વિરૂદ્ધ મળેલ સફળતા .

જામનગર માં છેલ્લા  થોડા સમય થી  વીજ ચોરી નાં કેસો માં સ્માર્ટ વીજ ચોરી રજિસ્ટન્સ સર્કિટ ડિજિટલ  વીજ મીટર માં બેસાડી મીટર માં બિલ નહિવત આવે તે રીતે વીજ યુનિટ નાં ચડે અને પાવર વપરાશ વધુ લોડ વાપરતા વીજ ગ્રાહકો ને ચોક્કસ ગેંગ દ્વારા આ પ્રકાર ની વીજ ચોરી કરવવા માટે કોઈ સ્માર્ટ કારીગર અને જાણકાર કામ કરનાર હોય તેમ વીજ મીટર માં ચોરી કરાવેલ હોય જેથી લાલપુર સબ ડિવિઝન હેઠળ વિસ્તાર લાલપુર માં કુલ ૧૧ કેસ સેકશન ૧૩૫ electric City act મુજબ તારીખ ૧૭-૧૮/૬/૨૦૨૨ નાં રોજ વીજ કચેરી લાલપુર દ્વારા ફરિયાદ નોંધાવેલ હોય  તેમાં વીજ મીટર પેટી નાં સીલ ટેમ્પર્ડ કરી ને વીજ મીટર પાછળ ચોરસ કટ કરી ને ફરી રિફિટ બહુજ બારીકાઇ થી કરેલ હોય જે ચેકીંગ દરમિયાન અને લેબ પરીક્ષણ કરતા મીટર ની આંતરિક રચના માં અંદર આવેલ વીજ વપરાશ નોંધતા વાયર માં કટ કરી તેમાં રજિસ્ટન્સ બેસાડી ને સાચો વીજ  વપરાશ નાં નોંધાય તે રીતે જોડાણ કરી અવરોધ ઉભો કરી વીજ ચોરી કરેલ ની ફરિયાદ  જુદા જુદા વીજ ગ્રાહક તેવા ૧૧ કેસ તમામ નાં મળી કુલ રૂપિયા ૨૮  લાખ સુધી ની ફરિયાદ વીજ ગ્રાહકો વિરૂદ્ધ આપેલ હતી .


આ કામે ની ૧૧ તપાસો માં  એડીજીપી શ્રી અનુપમ સીંઘ ગહલૌત(આઇ.પી.એસ.) અને ડીઆઇજી શ્રી એચ.આર.ચૌધરી(આઇ.પી.એસ.) ના માર્ગદર્શન હેઠળ જામનગર GUVNL પોલીસ સ્ટેશન નાં સ્ટાફ તપાસ  ચલાવતા  તેમાં વીજ ગ્રાહક અને તેમના પુત્ર અને મિડીયેટર જયેશ વલ્લભ રાબડીયા રહે લાલપુર તથા લાલપુર સબ ડિવઝન માં અગાઉ ફરજ બજાવતા આસિફ ઓસમાણ રાઉમાં હાલે આમરણ સબ ડિવિઝન ફરજ વાળા  અને તેના દ્વારા મોકલવા મા આવતો કારીગર સાલેબીન ઉર્ફે રોજા અમરબિન સલા નાઓ ની સદર ગુન્હાઓ માં આજ રોજ ચાર્જ શીટ કરી ને નામદાર  લાલપુર કોર્ટ માં કરેલ છે.

જેમાં વીજ ગ્રાહક અને તેમને  વીજ ચોરી કરવા માં મદદ કરનાર ગુન્હા માં શામેલ હોય તેવા  ૧૧ કેસ માં જે તમામ ગુન્હા માં જયેશ વલ્લબ   રાબડીયા મિડીયેટર તરીકે વીજગ્રાહક લાલપુર માં ગોતી ને આસિફ ઓસમાણ રાઉમાં પી જી વી સી એલ લાલપુર વાળા પાસે થી કારીગર સાલેબીન ઉર્ફે રોજા ભાઈ અમરબિંન સલા જામનગર લંઘા વાળ વાળા ને  બોલાવી આપતો અને જેવા વીજ ગ્રાહક નાં ઘર નો વીજ લોડ તેવા રૂપિયા મેળવી મીટર માં કામગીરી કરાવતા હતા અને  પોતાનો અંગત લાભ મેળવી વીજ ચોરી કરાવતા હતા . જે તપાસ દરમિયાન જીયુવીએનએલ  પોલીસ દ્વારા સઘન પૂછ પરછ અને તપાસ કરી આ કામે વીજ ગ્રાહક  આરોપી અને તેમને મદદ કરનાર તેમના  સહ મદદગાર અને  મિડીયેટર  જયેશ વલ્લભ રાબદિયા - આસિફ ઓસમાણ રાઉમા ( PGVCL  મીટર રીડર ) અને સ્માર્ટ વર્ક થી વીજ ચોરી કામગીરી કરી આપનાર રોજા ભાઈ ઉર્ફે  સાલેબિન અમરબિંન સલા નાઓ ની મદદગારી કરવા અને વીજ ચોરી મીટર ટેમ્પર્ડ કરી બાહિય ડીવાઇસ બેસાડવા માટે " ધ ઇન્ડિયન electric City act section ૧૩૫ ઉપરાંત ૧૩૮ અને ૧૫૦ નો ઉમેરો કરાવી ચાર્જ શીટ કરેલ છે .
આ કામે આરોપી રોજા પાસે થી વીજ ચોરી કરવવા માટે વપરાશ માં લીધેલ ઇલેક્ટ્રિઝમ  સંસાધનો ગુન્હા નાં કામે કબ્જે  કરેલ છે.
પીજીવીસીએલ ના  સ્ટાફ ઉપર સખત પગલા લેવાની શરૂઆત શરૂ કરવામાં આવેલ છે. જેના લીધે વીજ ચોરી કરનાર અને તેમાં મદદ કરનાર કર્મચારીઓ અને સ્ટાફ માં ફડફડાટ વ્યાપેલ છે.

 

(9:20 pm IST)