Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કચ્‍છના ચકચારી પાંચ વ્‍યકિતના મર્ડર કેસમાં પોલીસ તપાસ સંદર્ભે શંકા વ્‍યકત કરી આરોપીની CBI તપાસની માંગણી

રાજકોટ,તા. ૫: કચ્‍છના હમીરપર ગામે ખેલાયેલ ખુની ખેલમાં પાંચ વ્‍યકિતઓની હત્‍યાના ગુન્‍હામાં બનાવ સ્‍થળથી રપ કિલોમિટર દુર હોવા છતા ક્ષત્રીય પિતા-પુત્રને બનાવ સ્‍થળે હથિયારો સાથે હાજર દેખાડી અને આરોપીની નિર્દોષતા છતી કરતા સીસીટીવી ફુટેજની તપાસ ન કરતા આરોપી સિઘ્‍ધરાજસિંહ ભગુભા વાધેલાએ કચ્‍છની સેશન્‍સ અદાલતમાં પોલીસ વિરૂઘ્‍ધ ખોટી તપાસ કરવાના ગંભીર આક્ષેપો કરી સીબીઆઇ મારફત તપાસ કરાવવા અરજી કરતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામી છે.

આ કેસની હકીકત એવી છે કે, કચ્‍છના હમીરપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન બાબતે ચાલતા જુના ઝઘડાએ રૌદ્ર રૂપ ધારણ કરતા આજથી બે વર્ષ પહેલા ફરીયાદી રમેશ ભવાનભાઈ રાજપુત તથા તેના પરીવારજનો પોતાની વાડીએ સ્‍કોર્પિયો ગાડીમાં જતા હતા ત્‍યારે બપોરના સમયે આરોપીઓએ ફીલ્‍મી ઢબે સ્‍કોરપિઓ ગાડીના આગળના ભાગે ટ્રેકટર ભટકાડી ગાડી ઉભી રખાવેલ અને ગાડી રીવર્સ પણ જઈ ન શકે તે માટે પાછળનો રોડ ટ્રેકટરથી બ્‍લોક કરી દીધેલ અને ગાડીમાંથી ફરીયાદી તથા તેના પરીવરજનો ઉતરતા આરોપી નં.૧ ગંગાબેન લખ્‍મણભાઈ મકવાણા, આરોપી નં.ર દિવાળીબેન કાન્‍જીભાઈ મકવાણા, આરોપી નં.૩ રાધાબેન વિશનભાઈ મકવાણા, આરોપી નં.૪ લખ્‍મણભાઈ બીજલભાઈ મકવાણા, આરોપી નં.પ સિઘ્‍ધરાજસિંહ ભગુભા વાઘલા, આરોપી નં.૬ દેવેન્‍દ્રસિંહ ઉર્ફે લાલુભા ગેલુભા મકવાણા, આરોપી નં.૭ ખેતાભાઈ પરબતભાઈ મકવાણા, આરોપી નં.૮ કાનજીભાઈ બીજલભાઈ કોળી, આરોપી નં.૯ દિલીપભાઈ મમુભાઈ કોળી, આરોપી નં.૧૦ ભરતભાઈ મમુભાઈ આખ્‍યાણી, આરોપી નં.૧૧ વનરાજ કરશન આખ્‍યાણી, આરોપી નં.૧ર દિનેષ કરશન આખ્‍યાણી, આરોપી નં.૧૩ ભગુભા હસુભા વાધેલા, આરોપી નં.૧૪ વિશનભાઈ હિરાભાઈ મકવાણા, આરોપી નં.૧પ લાખાભાઈ હિરાભાઈ કોળી, આરોપી નં.૧૬ ધરમશી ઉર્ફે ધમા ગેલાભાઈ કોળી, આરોપી નં.૧૭ પ્રવીણભાઈ હીરાભાઈ કોળી, આરોપી નં.૧૮ પ્રભુભાઈ ગેલાભાઈ કોળી, આરોપી નં.૧૯ લક્ષ્મીબેન લખમણભાઈ કોળી, આરોપી નં.ર૦ રામશીભાઈ હીરભાઈ કોળી, આરોપી નં.ર૧ રેખાબેન ધરમશી કોળી તથા આરોપી નં.રર મોહનસંગ ઉમેદસંગ વાધેલાનાઓએ લાકડી, ધારીયા, બંધુક જેવા હથીયારોથી હુમલો કરતા હુમલામાં ફરીયાદીના સગા (૧) અખા જેસિંગભાઈ ઉમટ (ર) પેથાભાઈ ભવનભાઈ રાઠોડ (૩) અમરા જેસંગભાઈ ઉમટ (૪) લાલજી અખાભાઈ ઉમટ તથા (પ) વેલા પાંચાભાઈ ઉમટના એમ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા રર લોકો વિરૂઘ્‍ધ હત્‍યા, ધાડ, લુટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્‍હો નોંધાયેલ હતો.

 આમ એક સાથે પાંચ લોકોની હત્‍યાનો ગુન્‍હો નોંધાતા પોલીસે ફરીયાદમાં જણાવેલ તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા . તપાસનિશ અધીકારી અથવા તો સીબીઆઇ કે જેની ક્ષમતા પર કોઈપણ પક્ષને શંકા ન હોય તેવી એજન્‍સી મારફત યોગ્‍ય તપાસ કરાવવી જોઈએ તેવી માંગણી કરી સીસીટીવી ફુટેજ રજુ કરી ખોટી તપાસ અન કાગળો ઉભા કરનાર પોલીસ અધીકારીઓને શંકાના દાયરામાં મુકતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

આ કામમાં આરોપી સિઘ્‍ધરાજસિંહ ભગુભા વાધેલા વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, રોહન જટાવડીયા રોકાયેલ છે.

(10:56 am IST)