Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

તાલધ્‍વજ ડુંગર ઉપરની દાયકાઓ જૂની દીવાલ ધરાશાયી બાદ મરામત શરૂ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૫: ભાવનગર જિલ્લાની ઐતિહાસિક તળાજા નગરી ને જૈન તીર્થસ્‍થાન ના કારણે તાલધ્‍વજ નગરી પણ કહેવામાં આવે છે.અહીંના ડુંગર પર આવેલ જૈન દેરાસરના મધ્‍યભાગમાં આવેલ દાયકાઓ જૂની દીવાલનો કાટખૂણાનો ભાગ તૂટીને હેઠે પડ્‍યો હોય તેમની મરામત શરૂ કરવામાં આવી હતી આવી છે. જોકે આજે દિવાલ પડી હોવાની વાત વહેતી થઈ હતી.

તળાજાના વારાહી મંદિર થી તાલધ્‍વજ ડુંગરના ઉપરના ભાગે નજર કરવામાં આવે તો જિનાલય ફરતે આવેલી દીવાલનો કાટખૂણાનો ભાગ ધરાસાઈ થયો હોય તેમ જોવા મળે છે. આ તૂટેલા ભાગના આજે ફોટાઓ અને વાત વહેતી થઈ હતી કે દાયકાઓ જૂની દીવાલ તૂટી પડી છે.

આ બાબતે તળાજા ના જૈન શ્રેષ્ઠ નંદિશભાઈ એ જણાવ્‍યું હતું કે ચોમાસા દરમિયાન આ દિવાલ પડી ગઈ હતી. જેનું મરામતનું કામ શરૂ કરવામાં આવ્‍યું છે.

(10:35 am IST)