Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન.

કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ.

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્ત ભારતીની આગેવાનીમાં ગોસ્વામી સમાજના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨-૦૨-૨૦૨૩ ના રોજ મોરબીના  સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવેલ છે. દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી ૮૦ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને  સંતો મહંતો ગોસ્વામી સમાજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે
સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણ ભારતી ચંદ્રકાન્ત ભારતી, ડો જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે સમૂહ લગ્નમાં દરેક દશનામ ગોસ્વામી સમાજના પરિવારે પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

   
(9:46 pm IST)