Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

માળીયા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી કારને ઝડપી લેતી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ.

--- રૂ.94,125ની કિંમતના ઈંગ્લીશ દારૂ, કાર સહિત કુલ રૂ.10.99 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો

મોરબી : માળીયા નજીક આજે બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ ત્રાટકીને 251 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી અને રૂ.94,125ની કિંમતના ઈંગ્લીશ દારૂ, કાર સહિત કુલ રૂ.10.99 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ મથકેથી આ દારૂના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને આજે સવારે સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે વિદરકા ગામના પાટિયા પાસે ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચે મોરબી 26 લખેલ માઈલ સ્ટોન નજીક જી.જે.3 એચ. કે. 6455 નબરની મહિન્દ્રા એક્સ યુ વી ગાડીમાં દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉ.વ.23 રહે ભચાઉ)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251 કિંમત રૂ.94, 125, રૂ.721 રોકડા એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ.10,99.905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પકડાયેલા આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે મોટી ખીરઇવાળાએ કાર દારૂ ભરી આપી તેમજ બીજા આરોપી અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ કર્યું હોવાનું ખુલ્યું છે તેમજ દારૂ મંગવાનાર અજાણ્યા શખ્સ સહિત આ બન્ને શખ્સ મળી કુલ ત્રણ ફરાર આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

   
(10:10 pm IST)