Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

યાત્રાધામ ચોટિલાના ચામુંડા માતાજીના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં પૂનમને લઈને ફેરફાર કરાયો

ચૈત્રી પૂનમના રોજ વહેલી સવારે 2 વાગ્યે આરતી થશે અને 1.30 વાગ્યે પગથિયા ખુલશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પર વિરાજમાન ચામુંડા માતાજીના મંદિરમાં આરતી અને દર્શનના ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પૂનમને અનુલક્ષીને સવારની આરતીનો સમય વહેલી સવારે ત્રણ વાગ્યે અને તળેટીના પગથિયા ખુલવાનો ટાઈમ અઢી કલાકનો રહેશે. ચૈત્રી પૂનમના રોજ વહેલી સવારે 2 વાગ્યે આરતી થશે અને 1.30 વાગ્યે પગથિયા ખુલશે. અન્ય દિવસોમાં સવારની આરતી સવારે 6 કલાકે થશે અને સવારે 5.30 વાગ્યે પગથિયા ખુલશે જેની દરેક ભક્તોએ નોંધ લેવી તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

(12:01 am IST)