Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મહુવા જીનીંગ મીલમાં તસ્‍કરો ત્રાટક્‍યાઃ ૨૫ લાખ રોકડા ગયા

ભાવનગર તા.૬: મહુવા નજીક આવેલ જીનીંગ મિલમાં તસ્‍કરો૨૫ લાખની રોકડ ની ચોરી કરી નાખી છૂટયા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

મહુવાની દિપો સોસાયટી નગર રોડ પર રહેતા અને મહુવા સાવરકુંડલા રોડ પર આવેલ શારદીકા ગામના પાટીયા પાસે દેવભૂમિ કોટન ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની જિનિંગ મિલ ચલાવતા હિમાંશુભાઈ હિરેનભાઈ હડીયાની માલિકી ની દેવભૂમિ કોટન ઇન્‍ડસ્‍ટ્રીઝમાં તસ્‍કરો ત્રાટક્‍યા હતા. તસ્‍કરો ઓફિસની બારીના ગ્રીલના ત્રણ સળિયા કાપી અને અંદર પ્રવેશ્‍યા હતા અને ટેબલનું ખાનું ખોલી તેમાંથી રૂ.અઢી લાખ તથા ખાનામાં રાખેલ તિજોરીની ચાવી લઈ તિજોરીમાંથી રૂ. ૨૨ લાખ સહિત કુલ રૂ.૨૫ લાખ રોકડની ચોરી કરી નાસી છુટ્‍યા હતા. આ બનાવ અંગે મિલના માલિક હિમાંશુભાઈ હડિયાએ ખુટવડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.ચોરીના આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.

(11:45 am IST)