Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વહેલી સવારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાકળવર્ષાઃ ઠંડીમાં ઘટાડો

લઘુતમ તાપમાનનો પારો સતત ઉંચો ચડતા લોકોને ઠંડીમાં રાહતનો અનુભવ

રાજકોટ તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. લોકોને ઠંડીમાંથી રાહત મળતા હાશકારો અનુભવાયો છે.

લઘુતમ તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે ચડી જતા લોકોને ઠંડીમાં રાહત થઇ છે. જો કે માત્‍ન્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક અનુભવાય છે.

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જોરદાર ઝાકળવર્ષા થઇ હતી અને વાહન વ્‍યવહારને ભારે અસર થોઇ હતી.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : સોરઠના તપામાનમાં વધારો થતા ઠંડી ઘટી ગઇ છે જો કે જુનાગઢના ગિરનાર પર્વત પર ૧ર.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આજે સવારે નવા સપ્‍તાહના પ્રથમ દિવસે લઘુતમ તાપમાન વધીને ૧૭.૬ ડિગ્રીએ પહોંચતા ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૯ ટકા થઇ જતા સવારથી જ ગરમી વધવા પામી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૬ કિ.મી.ની રહી હતી.

ખંભાળિયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ ખંભાળિયા પંથકમાં આજરોજ વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્‍મસનું સામ્રાજય છવાઇ ગયું હતું. ચઢતા પહોરે ઉતરી આવતા ખાસ કરીને વાહન ચાલકોએ હાલાકીનો અનુભવ કર્યો હતો. ઝાકળની આછી ચાદર રસ્‍તાઓ પણ પર પણ ફેલાઇ ગઇ હતી અને રસ્‍તાઓ ભીના બની રહ્યા હતા. સવારે ગુલાબી ઠંડી બાદ બપોર થતા લોકોએ વાતાવરણમાં ગરમાવો અનુભવ્‍યો હતો.

હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી ઉષ્‍ણતામાનનો પારો ઉંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયું છે.

જામનગર

(મુકુંદ બદિયણી દ્વારા) જામનગરશ્રઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન-સી.૧૭.પ, મહતમ તાપમાન-સી.૩૦, ભેજનું પ્રમાણ ૯૮, પવનની ગતી ૪.પ કિ.મી. રહી છે.

 

(12:12 pm IST)