Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો સફળ

અમરેલી તા. ૬ : જિલ્લા પોલીસ દ્વારા નાણાની જરૂરીયાત વાળા લોકોને ઉંચા વ્‍યાજે રૂપિયા લેવાની ફરજ ન પડે અને બેન્‍ક દ્વારા પણ ઓછા વ્‍યાજે નાણા મળસ રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરી, અમરેલી પોલીસ હેડ કવાર્ટસ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ.

આ લોન મેળામાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ અધ્‍યક્ષતામાં અલગ અલગ ૧૯ રાષ્‍ટ્રીય બેંકો, સહકારી બેંકો તથા જિલા ઉદ્યોગ કેન્‍દ્ર, જિલ્લા તાલીમ કેન્‍દ્ર, તેમજ અમરેલી નગરપાલિકાના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.

અલગ - અલગ બેંકના પ્રતિનિધિઓએ નાણાની જરૂરિયાત વાળા લોકોને સહેલાઇથી અને ઓછા વ્‍યાજે નાણા મળી રહે તેવા ઉમદા વિચાર સાથે રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત લોન મળી શકે તે અંગે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. અમરેલી પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ લોન મેળામાં જિલ્લા ભરમાંથી ૮૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમાં નાણાની જરૂરીયાત વાળા લોકોએ લોન માટે ૭૮૦ ફોર્મ ભર્યા હતા.

આ લોન મેળામાં અમરેલી પોીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાવરકુંડલા ડિવીઝનના ના.પો.અધિ.શ્રી એચ.બી.વોરા, અમરેલી ડિવીઝનના ના.પો.અધિશ્રી જે.પી.ભંડેરી, મુખ્‍ય મથકના પો.અધિ.શ્રી  એ.જી.ગોહિલ તથા અમરેલી જિલ્લાના તમામ પો.સ્‍ટે./શાખાના ઇન્‍ચાર્જ અધિકારીશ્રી, પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોન મેળા કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

કાર્યક્રમના સમાપન સમયે સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરાનાઓએ તમામ બેન્‍કના પ્રતિનિધિઓ તથા હાજર રહેલ લોકોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

(12:53 pm IST)