Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

લગ્નવાચ્‍છુકોને નિશાન બનાવનાર ટોળકીને ઝડપી લેતી સાવરકુંડલા પોલીસ

સાવરકુંડલા,તા. ૬ : મે. ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર  રેન્‍જ ભાવનગરના તથા અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ સાવરકુંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરાના આદેશથી ટીમે લગ્નની લાલચ આપી આરોપીઓએ પોતાના જયોતીબેન તથા હંસાબેન જેવા ખોટા નામો ધારણકરી ફરીયાદી સાથે જયોતીબેન લગ્ર/ ફુલહાર કરી / કરાવી અને લગ્ન પેટે રૂા. ૯૦,૦૦૦ ની રકમ બદદાનતથી ઓળવી જઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરનારને ઝડપી લીધા છે.

પોલીસે કીશોર મગનભાઇ મકવાણા (મિષાી) ઉવ. ૪૫ ધંધો ડાયમંડ ટાકવાનો રહે. ગામ થોરડી તા.સાવ.કુંડલા જી.અમરેલી જયોતી ઉર્ફે ફરઝાનાબાપું વા/ઓ, મોહમ્‍મદશફી ગુલામનબી શેખ ઉવ.૩૮ ધંધો .ઘરકામ ડાયમંડ ટાકવાનો રહે. ગામ વેસ્‍મા તા.જલાલપોર જી.નવસારી વાળીને વેસ્‍મા ગામેથી ટેકનીકલ સોર્સના માધ્‍યમથી પકડી પાડેલ છે.તાહેરા ઉર્ફે મુસ્‍કાન ઉર્ફે કાજળ વા/ઓ સઇદ અમજદ મલીક (ઉવ.૩૪) ધંધો સાડીમાં ડાયમંડ ટાકવાનો રહે. મુળ નશીરાબાદ જી.જલગાંવ રાજય મહારાષ્‍ટ્ર હાલ રહે. સુરત લિબાયત મારૂતિનગર રીક્ષા ગેરેજ ઉપર તા.જી.સુરતની સામે કાર્યવાહી કરી છે. કિશોર મગનભાઇ મકવાણા (મિષાી) તથા તાહેરા ઉર્ફે મુસ્‍કાન ઉર્ફે કાજલ વા/ઓ સઇદ અમજદ મલીક ઉપર સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.એ. ગુ.ર.નં. ૦૦૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦ (બી), ૩૪ મુજબના ગુન્‍હાના કામે સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી કરેલ  અને સદર બંને આરોપી જેલ હવાલે હોય જ્‍યાંથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૦૩૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૨૦(બી), ૩૪ મુજબના ગુન્‍હાના કામે સાવરકુંડલા ટાઉન પોલીસ નામદાર કોર્ટ રાહે આરોપીઓ કબ્‍જો મેળવી આરોપી વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આમ આ કિશોરભાઇ મગનભાઇ મકવાણા તેમજ તાહેરા ઉફર્ેુ મુસ્‍કાન ઉર્ફે કાજલ સદઇ અમજદ મલીક બંને ગુન્‍હાના માસ્‍ટર માઇન્‍ડ છે.

(12:59 pm IST)