Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સિનીયર સીટીઝનનું મકાન ખાલી કરાવી મકાનનો કબજો સોંપતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ

જુનાગઢ તા.૬ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા તથા એ ડીવી પો. સ્‍ટે.ના પો.ઇન્‍સ. એમ.એમ.વાઢેરના માર્ગદર્શન હેઠળ અરજદાર સીનીયર સીટીઝન નર્મદાબેન ધીરજલાલ લાડાણી ઉ.વ.૭૦ રહે. માણાવદર વાળાનું મોજે જુનાગઢ શહેરના વોર્ડ નં.ર, સી.સ.નં.૪૭૯ ચો.મી. ૩૬પ.ર૦૩ જમીન પર આવેલ માનસી એપાર્ટમેન્‍ટમાં  બીજા માળે બ્‍લોક નં.ર૦૮ વાળુ મકાન અરજદારે સને ર૦૦૧ ખરીદેલ હોય આશરે ત્રણેક વર્ષ પહેલા સામાવાળા મેહુલભાઇ ભરતભાઇ ભીમજીયાણીએ અરજદારશ્રી સંપર્ક કરી અરજદારને વિશ્વાસમાં લઇ પોતાને મકાનનું કામ ચાલુ હોય જેથી થોડો સમય મકાનમાં રહેવા માંગણી કરતા અરજદાર માણાવદર મુકામે રહેતા હોય અને તેના પોતાનું આ મકાન ખાલી પડેલ હોય જેથી માનવતા ખાતર સામાવાળાને પોતાનુ મકાન રહેવા માટે આપેલ હોય  અને બાદ સામાવાળ આમકાનનો અનઅધિકૃત કબજો કરીને પોતાના પરિવાર સાથે રહેવા લાગેલ બાદ અરજદાર દ્વારા અવાર નવાર સામાવાળાને પોતાનું મકાન ખાલી કરવાનું કહેતા સામાવાળા ખોટા વાયદા આપી ખાલી નહી  કરી અરજદારનું મકાન પચાવી પાડવાની વૃતિથી અનઅધિકૃત કબજો ચાલુ રાખી પોતાના પરિવાર સાથે રહેતો હતો.

જેથી અરજદારે જીલ્લા મેજીસ્‍ટ્રેટ જુનાગઢની લેન્‍ડ ગ્રેબીંગ કમીટી સમક્ષ અરજી કરેલ અને આ અરજીના કામે લેન્‍ડ ગ્રેબીંગ કમીટીએ લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરેલ. જેથી સિનિયર સિટીઝન અરજદાર નર્મદાબેન ધીરજલાલ લાડાણી ઉ.વ.૭૦ વાળાને બોલાવી પુછપરછ કરતા પોતાને મકાનનો કબજો મળી જાય તો કોઇ કાર્યવાહી કરવી નથી તેમ જણાવતા  સામાવાળાને બલાવી પુછપરછ કરતા પોતે મકાન ખાલી કરી કબજો અરજદારને સોંપી આપવા તૈયારી બતાવતા પોલીસને હાજરીમાં સામાવાળા પાસેથી મકાનનો કબજો અરજદારને સોંપાવી આપી એક વયોવૃધ્‍ધ સિનીયર સીટીઝન મહિલાને તેના અનઅધિકૃત મકાનનો કબજો સોંપવી આપી એક વયોવૃધ્‍ધ સિનીયર સિટીઝન મહિલાને તેના અનઅધિકૃત મકાનનો કબજો સોંપવામાં મદદ કરતા વયોવૃધ્‍ધ મહિલાને પોતાની મરણમુડી સમાન મકાન મળતા ભાવુક થઇ ગયેલ અને પોલીસનો આભાર વ્‍યકત કરેલ.

એ ડીવી પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. એમ.એમ.વાઢેર, તથા એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો. હેડ કોન્‍સ. એ.યુ.અબડા તથા પો. કોન્‍સ. રામભાઇ રૂડાભાઇ તથા નરેન્‍દ્રભાઇ નારણભાઇ તથા વિક્રમભાઇ પરમાર તથા ખીમાણંદ સોલંકી તથા ગોપાલભાઇ કીંદરખેડીયા વિગેરે પોલીસ સ્‍ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:01 pm IST)