Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જૂનાગઢમાં રાત્રે દારૂની ૪૭ બોટલ સાથે બલેનો કાર પકડાઇ

કારનો ડ્રાઇવર પલાયન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : જુનાગઢમાં રાત્રે પોલીસે દારૂની ૪૭ બોટલ સાથે બલેનો કાર પકડી પાડી કાર ચાલક અને માલિકની શોધખોળ હાથ ધરી છે.

જૂનાગઢના જોશીપરાની સર્વોદય સોસાયટીમાં રાત્રે બી ડીવીઝનના પી.આઇ. નિરવ શાહના માર્ગદર્શનમાં તેમનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો.

ત્‍યારે સર્વોદય સોસાયટીમાં પાણીના ટાંકા પાસે જીજે-૧૨-જે-૧૧૪૬ નંબરની સુઝુકી કંપનીની બલેનો કાર શંકાસ્‍પદ હાલતમાં જોવા મળી હતી.

આથી પોલીસે કારની તલાશી લેતા કારમાંથી રૂા. ૧૯,૮૮૦ની કિંમતના દારૂની ૪૭ બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂા. ૨,૬૯,૮૮૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કારના ડ્રાઇવર તેમજ માલિક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:14 pm IST)