Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મર્સીડીઝ કાર બેદરકારી પુર્ણ હંકારી વરરાજાએ ઉભા રહી વિડીયો કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬ : જુનાગઢમાં મર્સીડીઝ કાર બેદરકારીથી હંકારી અને તેમાં વરરાજાએ ઉભા રહી વિડીયો વાયરલ કરતા પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરી હતી.જુનાગઢમાં ગઇકાલે જમાલવાડી પાસે ઓપન જેલ આગળથી એક મસીડીઝ કાર પસાર થઇ રહી હતી.ત્‍યારે આ કાર જી.જે.૧૧.સી.એચ. ૧ર૩૪ નંબરની મર્સીડીઝ કારના ચાલકે ડ્રાઇવરે સાઇડનો મુખ્‍ય દરવાજો ખોલી અડધો બહાર નીકળી પોતાના બંને હાથ સ્‍ટીયરીંગ પરથી છુટા  રાખી પસાર થયેલ.તેમજ કારની પાછળની સીટમાં બેસેલ વરરાજા જેવા શખ્‍સે કારની ઉપરની સાઇડ ખોલી તેમાંથી બહાર ઉભા રહી વિડીયો કરાવ્‍યો હતો. આ વિડીયો મહેફીલ નામના ગ્રુપ ઉપર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.શહેર ટ્રાફિક પી.એસ.આઇ. પી.એસ.ઝાલાએ સાંજે ફરિયાદી બની મર્સીડીઝ કારના ચાલક સામે બેદરકારીથી કાર હંકારવાનો ગુનો દાખલ કર્યો હતો.

(1:18 pm IST)