Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાણાવાવના આદિત્‍યાણામાં ૩ તોલા સોનાના વેઢલાની લુંટના આરોપીને પોલીસે ર કલાકમાં પકડી લીધો

(પરેશ પારેખ, પ્રકાશ પંડીત દ્વારા) પોરબંદર, આદિત્‍યાણા, તા., ૬: રાણાવાવ પાસે આદિત્‍યાણામાં વૃધ્‍ધ મહિલાના કાનમાંથી ૩ તોલા સોનાના વેંઢલા કિ. રૂા. ૧,૩પ,૦૦૦ની લુંટ કરી જનાર પ્રવીણ ઉર્ફે સુકા જેઠા પાંડાવદરાને પોલીસે ગણતરીના ર કલાકમાં પાડયો હતો.

ભરચક્ક બસ સ્‍ટેન્‍ડ પાસે મસ્‍જીદની બાજુમાં રહેતા વૃધ્‍ધ મહિલા લાખીબેન જેતમાલભાઇ ડાભી (ઉ.વ.૭૦) જતા હતા ત્‍યારે એક અજાણ્‍યો શખ્‍સ મહિલાના કાનમાંથી સોનાના વેંઢલા ખેંચી લુંટ કરતા મહિલાના કાન તુટી જવાથી મહિલાએ રાડારાડી કરતા મહિલાને લોહીલુહાણ હાલતમાં દવાખાને સારવાર માટે લઇ જવામાં આવેલ અને લુંટની ઘટનાની જાણ થવાથી લોકોના ટોળા એકઠા થઇ ગયેલ હતા.

વૃધ્‍ધ મહિલાના પુત્ર મેણંદભાઇ જેતમાલભાઇ ડાભીએ પોલીસમાં જાણ કરતા રાણાવાવ પીએસઆઇ શ્રી જાદવ અને એએસઆઇ શ્રી અગ્રાવત દોડી આવેલ. ત્‍વરીત આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરતા શખ્‍સની ઓળખ થઇ જતા માત્ર બે જ કલાકમાં આ શખ્‍સને ઉઠાવી લઇ તેના ઘરની તપાસ કરતા પોણા ત્રણ તોલાના એક લાખ પાત્રીસ હજારની કિંમતના સોનાના વેઢલા કાઢી આપેલ હતા. રાણાવાવ પોલીસની ત્‍વરીત અને પ્રશંશનીય કામગીરીની લોકોએ સરાહના કરેલ હતી.

લુંટના બનાવ બાદ લોકોએ પણ ચર્ચા કરતા હતા કે એક સમય ૯૦ના દાયકામાં પોરબંદર જીલ્લામાં એલસીબી પીઆઇ સુખદેવસિંહ હતા ત્‍યારે ગુનેગારો ગુનો કરવાની વાત તો ત્‍યાં રહી પણ ગુનો કરવાના વિચાર માત્રથી ધ્રુજતા હતા અને અમુક ગુનેગાર તો જીલ્લા બહાર ચાલ્‍યા ગયા હતા. અને બાદમાં પોરબંદર જીલ્લામાં ડીવાયએસપી શ્રી કાનાણી આવેલ આ શ્રી કાનાણીનો પણ ગુન્‍હેગારોમાં એટલો ડર હતો કે ગુનેગારો તેનાથી પણ ફફડતા અને ગુન્‍હો કરવાનું વિચારતા પણ નહી.

જુનાગઢ રેન્‍જ આઇજી પોરબંદર જીલ્લામાં ઇન્‍સ્‍પેકશનમાં હતા અને લોકદરબાર ભરતા હતા તે જ સમયે પોરબંદર ખાતે ૭૮૦૦ બોટલ ર૪ લાખની કિંમતનો દારૂ પકડાયો અને બીજાજ દિવસે આદિત્‍યાણા ખાતે બસ સ્‍ટેન્‍ડ પાસેના ભરચક્ક વિસ્‍તારમાં લુંટની ઘટના બની આમ અત્‍યારે ગુનેગારોની હિંમત વધતી જાય છે.

(1:24 pm IST)